અમરેલી જિલ્લામાં બે ચોરને પાસામાં પુરતા કલેકટરશ્રી અને એસપીશ્રી

  • વ્યાજખોરો, માથાભારે શખ્સો, ભુમાફિયા, દારૂના વેપારી પછી હવે ચોરનો વારો
  • વાહનો ચોરી ઉપદ્રવ મચાવનારા બે શખ્સોની સામે પોલીસે પાસાની દરખાસ્ત કરી : કલેકટરશ્રીએ મંજુર કરતા બંને ચોર જેલમાં પુરાયા

અમરેલી,
અમરેલી જિલ્લામાં કલેકટરશ્રી આયુષ ઓક તથા એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા ભુમાફિયાઓ, દારૂના ધંધાર્થીઓ, વ્યાજખોરો અને માથાભારે શખ્સો સામેની ઝુંબેશમાં વધુ એક કારનામા કરનારા જપટે ચડયા છે આ વખતે ચોરી કરનારા પાસામાં પુરાયા છે.
લાઠી પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી યશવંતસિંહ ગોહીલએ અમરેલી જિલ્લામાં મોટર સાયકલ ચોરનાર ગેંગના સભ્યો બોટાદના તાજપર ગામના જયેશ રમેશ સેદાણી અને લાઠીદળના ભાવેશ ધુળાભાઇ વેગડ સામે એસપીશ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફ મોકલી આપતા આમ જનતાની માલ મિલ્કત જેમના કારણે જોખમમાં મુકાય છે તેવા સમાજ વિરોધી પ્રવૃતી કરનારા ઉપર અંકુશ લાવવા અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આયુષ ઓકએ આ બંને સામે પાસાના વોરંટ ઇસ્યુ કરતા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ શ્રી આર.કે. કરમટા તથા પીએસઆઇ શ્રી પૃથ્વીરાજસિંહ એન. મોરી તથા એલસીબીની ટીમે જયેશને પોરબંદર અને ભાવેશને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા છે.