અમરેલી,બગસરા જેતપુર રોડ પાણીના ટાંકા પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા બાલુ ભુરાભાઇ કસુવાડા, કિશોર બાવાભાઇ જાંજરીયા, રાજેશ પરસોતમભાઇ રાંક સહિત ચાર શખ્સોને પો.કોન્સ.સુલ્તાન ભાઇ પઠાણે રોકડ રૂા.22,880 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.અમરેલી રોકડીયાપરામાં રસીક જયંતીભાઇ સોલંકી, નિરવ ઉર્ફે જીગર વાલજીભાઇ મકવાણા સહિત ચાર શખ્સોને પો.કોન્સ.વરજાંગભાઇ મુળીયાસીયાએ રોકડ રૂા.10,310 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.