અમરેલી જિલ્લામાં બે સ્થળોએ જુગારના દરોડા

અમરેલી,અમરેલી જિલ્લામાં બે સ્થળોએ પોલીસે જુગારના દરોડાઓ પાડી દસ શખ્સોને રોકડ રૂા.23 હજાર ઉપરાંતની રકમ સાથે ઝડપી પાડયા હતાઅમરેલીના સાવરકુંડલા રોડ હીરાનગર પાછળ ભુપતનાથ બાબુનાથ પરમાર, અનિલ ન્યાલભાઇ માંગરોળીયા સહિત ત્રણ શખ્સોને પો.કોન્સ.લાલજીભાઇ રાઠોડે રોકડ રૂા.10,100 સાથે તેમજ રાજુલા પાણીના ટાંકા પાસે નિલેશ ઘનશ્યામભાઇ જોષી, સુનિલ હમીરભાઇ ખસીયા, તોહીત અબ્બાસભાઇ ઝાખરા સહિત સાત શખ્સોને અનિશ સલીમભાઇ કુરેશીના રહેણાંક મકાન પાસે બજારમાં જાહેરમાં જુગાર રમતા લોકરક્ષક પરેશભાઇ દાફડાએ રોકડ રૂા.13,600 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.