અમરેલી જિલ્લામાં ભાજપની સુનામી : કોંગ્રેસ સાફ

  • 2015માં જેમ જનતાએ ભાજપને સાફ કરી નાખ્યું હતુ તેવી જ રીતે આ વખતે કોંગ્રેસને સાફ કરી નાખી
  • 34 માંથી 27 બેઠક મેળવી અને કોંગ્રેસ પાસેથી જિલ્લા પંચાયત છીનવતો ભાજપ
  • 9 તાલુકા પંચાયતોમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા : સર્વત્ર કમળ અને કેસરીયો

અમરેલી,
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીમાં મત ગણતરી થતા અમરેલી જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં અમરેલી જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતો, 5 પાલિકાઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે જિલ્લાની કુલ પાંચ નગરપાલિકાઓમાં ભાજપને 128 અને કોંગ્રેસપક્ષને 30 બેઠકો મળી છે.
જિલ્લા પંચાયતની 34 બેઠકોમાંથી ભાજપને 27 અને કોંગ્રેસને 6 અને આપને 1 બેઠકો મળી છે જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં 128 બેઠકો ભાજપને અને કોંગ્રેસને 56 આપને 6 બેઠકો મળી અને અપક્ષોને પણ ત્રણ બેઠકો મળેલ છે.
જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં અમરેલીની 44 બેઠકોમાંથી ભાજપને 35 અને કોંગ્રેસને 9 બગસરામાં 28 બેઠકોમાંથી ભાજપને 20 અને કોંગ્રેસને 8 તથા સાવરકુંડલાની પાલિકામાં 36 બેઠકોમાંથી ભાજપને 31 અને કોંગ્રેસને પાંચ તથા બાબરામાં 24 બેઠકોમાંથી ભાજપને 18 અને કોંગ્રેસને 6 તથા દામનગરમાં 24 બેઠકોમાંથી ભાજપને 22 અને કોંગ્રેસને 2 મળી પાંચેય નગરપાલિકાઓની 156 બેઠકોમાંથી ભાજપને 128 કોંગ્રેસને 30 બેઠકો મળી હતી.
જ્યારે 11 તાલુકા પંચાયતો પૈકી કુંકાવાવ વડીયાની 16 બેઠકોમાં ભાજપને 11 અને કોંગ્રેસને 5 તથા બગસરા તા.પં.માં 16 બેઠકોમાંથી ભાજપને 7 અને કોંગ્રેસને 9, ખાંભામાં 16 બેઠકોમાંથી ભાજપને 13 અને કોંગ્રેસને 3 તથા ધારીમાં 18 બેઠકોમાંથી ભાજપને 12 અને કોંગ્રેસને 3 તથા આમ આદમી પાર્ટીને 3 બેઠકો મળી હતી રાજુલાની કુલ 20 બેઠકોમાંથી ભાજપને 13 અને કોંગ્રેસને 6 તથા આમ આદમી પાર્ટીને એક તથા સાવરકુંડલામાં 22 બેઠકોમાંથી ભાજપને 13 કોંગ્રેસને 8 અને આમ આદમી પાર્ટીને એક તથા લાઠીની 16 બેઠકોમાંથી 13 ભાજપ અને કોંગ્રેસતથા એક અપક્ષને મળેલ છે લીલીયામાં 16 બેઠકોમાંથી ભાજપને 8 અને કોંગ્રેસને 8 મળતા ટાઇ પડી છે અમરેલી તાલુકા પંચાયતમાં 18 બેઠકોમાંથી 15 ભાજપ અને 2 કોંગ્રેસ તથા એક આમ આદમી પાર્ટીને અને જાફરાબાદની 16 બેઠકોમાં 13 ભાજપ અને ત્રણ કોંગ્રેસ તથા બાબરામાં 18 બેઠકોમાંથી 10 ભાજપ અને સાત કોંગ્રેસ તથા એક બેઠક અપક્ષને મળેલ છે આમ અમરેલી જિલ્લા પંચાયત તથા પાંચ નગરપાલિકાઓમાં અને 11 તાલુકા પંચાયતોમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળતા જિલ્લામાં ભાજપનો કેસરીયો માહોલ સર્જાયો છે.