અમરેલી જિલ્લામાં ભાજપની સભાઓ ગજવતા શ્રીમતિ ઉર્વી ટાંક

  • સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીમાં ભાજપને વિજય બનાવવા
  • સાવરકુંડલા નગરપાલીકાના વોર્ડ નં.1માં ઉર્વીબેન ટાંક અને ભરતભાઇ ટાંક દ્વારા કેસરીયો માહોલ

અમરેલી,
અમરેલી જિલ્લા પંચાયત ની ધારી જિલ્લા પંચાયત સીટ ના ઉમેદવાર શ્રી ભુપતભાઇ વાળા ના ચુંટણી કાર્યાલય પ્રસંગ્ર ઉપસ્થિત ધારી વિધાનસભા ના ધારાસભ્ય શ્રી જે. વી.કાકડીયા. ભરતભાઇ ટાંક ઉર્વીબેન ટાંક ધારી તાલુકા ભાજપ પ્રમુખશ્રી જીતુભાઇ જોશી સહિત ના આગેવાનો.જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોના ભાજપના ઉમેદવારોને ઝળહળતો વિજય અપાવી, ગ્રામ્ય વિસ્તારના વણથંભ્યા વિકાસ ના સહયોગી બનવા સૌ મતદારોને નમ્ર અપીલ કરી હતી .
જયારે અમરેલી જિલ્લા ના સાવરકુંડલામાં પ્રચાર કરતા ઉર્વીબેન ટાંક તથા ભરતભાઇ ટાંકસાવરકુંડલા નગરપાલિકા વોર્ડ ન.1 મા ભાજપ ના ઉમેદવાર શ્રી અશોકભાઈ ચૌહાણ,તૃપ્તિ બેન રાજુભાઇ દોશી,કિશોરભાઈ બુહા. શારદાબેન લાડવા, ના સમર્થન માં ભાજપ ની જંગી મિટિંગ મળી જેમાં અમરેલી જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખશ્રી શરદભાઈ પંડિયા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ના આગેવાન શ્રી ભરતભાઇ ટાંક ઉર્વીબેન ટાંક,ઘનશ્યામભાઈ ડોબરીયા,હેમાંગ ભાઈ ગઢીયા ગોવિંદભાઇ પરમાર સહિત ના આગેવાનો વક્તવ્ય આપ્યું.જેમાં ઉર્વીબેન ટાંક દ્વારા નગરસેવક થી વડાપ્રધાન સુધી ની એક મજબૂત સાંકળ બનાવી વડાપ્રધાન શ્રી.મોદી ના વિકાસ ની ગતિ ને વધારવા આહવાન કરવામાં આવ્યું.સાથે ભરતભાઇ ટાંક દ્વારા ભારત દેશ રામરાજ્ય બનવા જય રાહીયો હોય જે યજ્ઞ માં ભાજપ તરફી મતદાન કરી આહુતિ આપી વડા પ્રધાન શ્રી મોદી તથા મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી ના હાથ મજબૂત કરવા અપીલ કરી વોર્ડ ન.1 ના ચારે ચાર ઉમેદવાર ને જંગી બહુમતી થી વિજય બનાવવા સંકલ્પ કર્યો હતો.