અમરેલી જિલ્લામાં ભાજપના ઉમેદવારો ના નામ ફાઇનલ ચાર વાગ્યે નામની જાહેરાત

અમરેલી જિલ્લા માં  યોજાનારી  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં ગઈકાલે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોના નામ નક્કી કર્યા. બાદ આજે સાંજે ચાર વાગ્યે પત્રકાર પરિષદમાં ભાજપ દ્વારા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે. જાણવા મળતી માહિતી અનુસાર આ વખતે ઉમેદવારોની પસંદગીમાં સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોને પડતા મુકાયા છે ૬૦ વર્ષથી ઉપરના પણ મોટાભાગના કપાયા છે કેટલાક અપવાદોને બાદ કરતા ભાજપે અમરેલી જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતો પાંચ નગરપાલિકા અને એક જિલ્લા પંચાયત માટે ચારણો મારી ઉમેદવારો નક્કી કર્યા છે.