અમરેલી જિલ્લામાં ભાયાવદર અને રાણપરમાં કોરોનાના વધ્ાુ બે કેસ

અમરેલી,
અમરેલી જિલ્લામાં દિ’ ઉગે અને કોરોનાના કેસ સામે આવી રહયા છે આજે ગુરૂવારે વધ્ાુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને વધ્ાુ પાંચ શંકાસ્પદ દર્દીઓને અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે તા.11, 12 અને 13 એમ અલગ અલગ દિવસે ત્રણ ભાઇઓ મુંબઇથી ભાયાવદર આવ્યા હતા અને ત્રણેયને કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરાયા હતા જેમાંથી એક ભાઇને બે દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો અને બીજા 11મી એ આવેલા 48 વર્ષના ભાઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેની સાથે સંકળાયેલ લોકોને કવોરન્ટાઇન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ ઉપરાંત બાબરાના રાણપર ગામે રહેતા અને ગામડામાં સુરત ઘઉના ફેરા કરવાના ડ્રાઇવીંગના ધંધામાં સંકળાયેલ 35 વર્ષનો યુવક એક દિવસ માટે સુરત રોકાયો હતો જ્યાંથી પરત આવ્યા બાદ તેની તબીયત લથડતા જસદણ દવાખાને દાખલ કરી સેમ્પલ લેવાયુ હતુ જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને અમરેલી ખસેડી ગામમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી તકેદારીના પગલા લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત ગુરૂવારે શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં બગસરાના નટવરનગરમાં રહેતા 33 વર્ષના તા.14 એ સુરતથી બગસરા આવેલ યુવાનને તથા ધારીના વેલનાથ મંદિર પાસે રહેતા 25 વર્ષના કોરોનાના એક પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ યુવાનને તથા સાવરકુંડલાની નીલકંઠ સોસાયટીમાં રહેતા 53 વર્ષના 21 દિવસ પહેલા અમદવાદથી આવેલ અને એલડી ધાનાણી હોસ્ટેલમાં રખાયેલ પ્રૌઢને અને અમરેલીની સીંધી સોસાયટીમાં રહેતા અને 15 દિવસ પહેલા અમદાવાદથી આવેલ 55 વર્ષના પ્રૌઢ તથા નવા ખીજડીયા ગામે તા.18 અમદવાદથી આવેલા 50 વર્ષના પ્રૌઢને દાખલ કરી અને તેના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.