અમરેલી જિલ્લામાં ભેજનું પ્રમાણ વધતા સવારે ઠંડી અને દિવસભર કાળા ઉનાળા જેવો માહોલ

  • અમરેલી જિલ્લામાં અચાનક મિશ્ર ૠતુના અહેસાસ સાથે પવનની ગતિ પણ ઘટી જતા
    લોકોને વ્યાપક અસર : જો માવઠુ થશે તો ખેતીપાકોને વ્યાપક નુકસાનની શકયતાઓ

અમરેલી,
સમગ્ર રાજયમાં નલીયા પછી બીજા ક્રમે અમરેલી આવે છે અહીં ઠંડી જેટલુ જ ગરમીનું પ્રમાણ રહે છે ઓણસાલ હાજા ગગડાવે તેવી ઠંડીનો અનુભવ થયો નથી એકાએક વાતાવરણમાં પણ પલટો આવતા પવનની ગતિ 5.5 પહોંચી છે જયારે ભેજનું પ્રમાણ ઉંચુ જતા વહેલી સવારે મેઘરવો જોવા મળે છે અને સુરજ નારાયણના દર્શન બાદ ઉનાળા જેવો આકરો તાપ શરૂ થાય છે.
આ ત્રુતુને શિયાળો કહેવો કે ઉનાળો લોકો અવઢવમાં મુકાયા છે જોકે રાજયભરમાં પલટો આવતા ભેજનું પ્રમાણ વધવાથી કમોસમી વરસાદની શકયતાઓ નકારી શકાતી નથી જોકે ખેડુતોની ખેતજણસી હજુ ખેતરમાં જ હોવાથી જો કમોસમી વરસાદ થાય તો મોં એ આવેલ કોળીયો જુટવાય જાય તેવી સ્થિતિમાં ખેડુતોને બેવડો માર પડશે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં જોરદાર ફેરફાર થતા જનજીવનને અસર પહોંચી છે.