અમરેલી જિલ્લામાં ભેળસેળ બદલ 8 વેપારીઓને અઢી લાખનો દંડ

અમરેલી, અમરેલી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા થયેલી ચકાસણી દરમિયાન ખાદ્ય પદાર્થોમાં મળી આવેલી ભેળસેળ બદલ એડ્જ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી એ.બી પાંડોર દ્વારા આઠ કેસમાં અમરેલીના અલગ અલગ વિસ્તારના વેપારીઓને કુલ 2.50 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારના વેપારીઓ પાસેથી ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઇ ટેસ્ટ કરવામા આવ્યા હતા. આ નમૂનાઓ પૈકી સીંગતેલ, પાણીના પાઉચ, લૂઝ ઘી, ધાણાદાળ, મેંગો પલ્પ, સેવ અને મિક્સ મિલ્કના નમૂનાઓ નાપાસ તથા સબ સ્ટાન્ડર્ડ/ મિસ બ્રાન્ડેડ જાહેર થતા કેસ દાખલ કરવામાં આવ્યા હતા.