અમરેલી જિલ્લામાં મંગળવારે પણ યમરાજાની ડયુટી શરૂ : 3 મૃત્યું

  • મંગળવારે જિલ્લામાં કોરોનાનાં નવા 23 કેસ સાથે કુલ કેસની સંખ્યા 2235
  • અમરેલી શહેરના બટારવાડીના 77 વર્ષના વૃધ્ધા, બ્રાહ્મણ સોસાયટીના 54 વર્ષના પ્રૌઢ અને સાવરકુંડલાના 70 વર્ષના વૃધ્ધના મૃત્યુ નીપજ્યા : એક સાથે 45 દર્દીઓ સાજા થતા રજા અપાઇ : 224 દર્દીઓ સારવારમાં રખાયા

અમરેલી,
અમરેલી જિલ્લામાં મંગળવારે પણ યમરાજાની ડ્યુટી શરૂ રહેતા ત્રણનાં મોત નિપજ્યા છે. અમરેલી જિલ્લામાં મંગળવારે પણ યમરાજાની ડયુટી શરૂ હોય તેમ રવિ અને સોમવારે 10 લોકોના પ્રાણ હરી લીધા પછી વધુ 3 ના પ્રાણ પંખેરૂ યમરાજ લઇ ગયા હતા કોવિડ વિભાગમાં સારવાર લઇ રહેલા 3 દર્દીઓના મૃત્યું નીપજ્યા હતા.
કોવિડ વિભાગમાં સારવાર લઇ રહેલા અમરેલી શહેરના બટારવાડીના 77 વર્ષના વૃધ્ધા તથા લાઠી રોડે બ્રાહ્મણ સોસાયટીના 54 વર્ષના પ્રૌઢ અને સાવરકુંડલાની હોથી શેરીમાં રહેતા 70 વર્ષના વૃધ્ધના સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા હતા.
મંગળવારે અમરેલી જિલ્લામાં કોરોનાનાં નવા 23 કેસ નોંધાયા હતા અને આજ સુધીના જિલ્લાના કુલ કેસની સંખ્યા 2235 થઇ છે તથા મંગળવારે એક સાથે 45 દર્દીઓ સાજા થતા રજા અપાઇ હતી અને હાલમાં 224 દર્દીઓ સારવારમાં છે.