અમરેલી,
અમરેલી જિલ્લામાં સરકાર દ્વારા ખેડુતોને પોષણ ક્ષમ ભાવો આપવા મગફળી, કપાસની નોંધણી ચાલી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે મગ, અદડ, સોયાબીનની ખરીદી કરવા તા.11-10-21 થી 31-10-21 સુધી વીસીઇ દ્વારા ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ નોંધણી કરવા માટે ઓનલાઇન વ્યવસ્થા કરી છે. સરકાર દ્વારા ટેકાનાં જાહેર થયેલા ભાવો મુજબ મગ 7275, અદડનાં 6300, સોયાબીન 3950 ક્વીન્ટલનાં ભાવ જાહેર કર્યો છે. આમ ટેકાના ભાવથી પ્રતીમણે મગ 1455, અદડ 1260, સોયાબીન 790 મણ દીઠ ખેડુતોને અપાશે. નોંધણી માટે આધારકાર્ડ, સાત બાર 8અ નમુના નંબર 12 તલાટીનો દાખલો, પાસબુકની નકલ સહિતનાં ડોક્યુમેન્ટ સાથે લાવવા. પુરવઠા નિગમ વતી જણાવ્યું છે.