અમરેલી,
અમરેલી જિલ્લામાં પૂરવઠા વિભાગ દ્વારા શાળાઓમાં આવેલા મધ્યાહ્ન ભોજન કેન્દ્રોને ભોજન માટે તુવેરની સડેલી અને ધનેડાવાળી દાળનો જથ્થો ફાળવી દૃેવામાં આવ્યો છે જેના કારણે છાત્રોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહૃાાં છે.
અમરેલી જિલ્લામાં આવેલા તમામ મધ્યાહ્ન ભોજન કેન્દ્રો માટે પૂવરઠા નિગામ દ્વારા અનાજનો જથ્થો ફાળવવામાં આવે છે. અમરેલી જિલ્લામાં આવેલા ગોડાઉનોમાં ફેબ્રુઆરી 2022 માં તુવેરની દાળનો જથ્થો ખરીદ કરવામાં આવ્યો હતો. આ જથ્થો વધુમાં વધુ 3 મહિના સુધી ઉપયોગ કરી શકાય તેમ હોવા છતા તે પછી નષ્ટ કરવાના બદલે જૂન મહિનામાં અમરેલી જિલ્લામાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રો પર આ સડેલી અને ધનોડાવાળી તુવેરની દાળનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. આ મુદ્દે સબંધિત તમામ વિભાગને રજૂઆત કરવા છતા પણ અધિકારીઓના પેટનું પાણીએ પણ હલતું નથી. કોન્ટ્રાક્ટર સાથે ધરોબો ધરાવતા નિગમના અધિકારીઓ આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક અખાદ્ય જથ્થાના નિકાલનું મોટું સ્કેન્ડલ ચલાવી રહૃાાં હોવાનો પણ આક્ષેપ કરાવમાં આવ્યો છે.