અમરેલી,
સરકારશ્રી ની કલ્યાણકારી મનરેગા યોજના ના સમગ્ર ગુજરાત ના કર્મચારીઓ દ્વારા ગુજરાત રાજ્ય મનરેગા કર્મચારી સંગઠનના નેજા હેઠળ રાજ્ય ના 2500 થી વધુ મનરેગા કર્મીઓ આજે પોતાના પગાર વધારા માટે પોત પોતાના જિલ્લા વિકાસ અધિકારી ને આવેદનપત્ર પાઠવી હડતાલ ઉપર ઉતર્યા છે. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મનરેગા કર્મચારીઓને પરફોર્મન્સ એપ્રેઝલ આધારે વાર્ષિક 15 ટકા પગાર વધારો કરવાનો ઠરાવ વિભાગ દ્વારા સને 2010 ની અમલમાં હોઈ પગાર વધારો વર્ષ 2017 બાદ ફક્ત એક જ વખત 10% આપ્યો છે 2008 થી નોકરી કરતા કર્મચારીઓ આ કારમી મોંઘવારી માં આર્થિક સંકડામણ સાથે પોતાની ફરજ બજાવી રહ્યા છે રાજ્ય માં રોજના પાંચ લાખ કરતા વધુ શ્રમિકોને રોજગારી નું આયોજન કરતા અંદાજે 2500 કરતાં વધુ કર્મચારીઓ આજે પોતાની રોજગારી મેળવવા તેમજ પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે સરકાર સમક્ષ વારંવાર રજુઆત કરવા છતાં ગ્રામ વિકાસ દ્વારા મનરેગા કર્મચારીઓ પગાર વધારા થી વંચિત રહ્યા છે મનરેગા યોજના સિવાય કેન્દ્ર સરકાર ની અન્ય સ્કીમ જેવીકે એસબીએમ મિશન મંગલમ પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાજ્ય સરકાર ની સ્કીમ સાથે કનવરઝન્સ કરી કામગીરી કરી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો ને સામુહિક તથા વ્યક્તિગત રોજગારી આપવા તથા ગ્રામ્ય કક્ષાએ ટકાઉ અસકયામત નું નિર્માણ યોજના ને ઇમ્પ્લીમેન્ટ કરવાની મહત્વ ની ભૂમિકા સ્ટાફ ભજવે છે કોરોના મહામારી માં પણ આ સ્ટાફ દ્વારા પોતાના જીવ ના જોખમે સચોટ તથા કાબિલે તારીફ કામગીરી કરવામાં આવેલ હતી અને ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરતા લોકો ને ગેરેન્ટી રોજગારી તેમના જ ગામે આપવામાં આવેલ છે.