અમરેલી જિલ્લામાં મહાશિવરાત્રીની ઉજવણી : પાલખી યાત્રા

  • જિલ્લાભરમાં શિવ આરાધના : જિલ્લાભરના શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ઉઠયા

અમરેલી,
અમરેલી શહેર અને જિલ્લામાં મહાશિવરાત્રી પર્વ નિમિતે આજે સવારથી શિવાલયોમાં હરહર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. નવોઢાની જેમ શિવાલયોને રોશની અને ધજા પતાકા તેમજ કમાનોથી સુશોભિત કરવામાં આવ્યાં હતાં. આજે અમરેલી નાગનાથ મહાદેવ મંદિરે લઘુરૂદ્ર યજ્ઞ યોજાતા યજમાનોને પ્રકાંડ બ્રાહ્મણો દ્વારા યજ્ઞ વિધિ કરાવવામાં આવી હતી.
નાના માચિયાળા
નાનામાચિયાળા ભીમનાથ મહાદેવ મંદીરે આજે બપોરનાં દિપમાળા સહિત આરતી કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો એકત્રીત થયાં હતાં. પાવનધામ ગૌશાળા આયોજીત પુ.નલીનબાપુ દ્વારા નવા બનાવેલ ભોજનાલયમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા લઘુૠદ્ર યજ્ઞ યોજાયો હતો. જેમાં યજ્ઞવિધિમાં બેઠેલા બ્રાહ્મણોને પુ.નલીનબાપુ દ્વારા પુ.ડોંગરેજી મહારાજનો ભાગવતનો દળદાર ગ્રંથ આપવામાં આવેલ. તેમજ બ્રાહ્મણોને દક્ષીણા પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે અમરેલી જિલ્લા બ્રહ્મસમાજનાં પ્રમુખ ઉદયનભાઇ ત્રીવેદી દ્વારા રૂા.25000 નું દાન મળેલ હતું. બીજા દાતા દ્વારા ભાગવત સપ્તાહ માટે રૂપિયા એક લાખ આપવાનું જણાવ્યું હતું. પુ.નલીનબાપુ દ્વારા ભીમનાથ મહાદેવ મંદીરે બીલો પત્ર અભિષેક કરીને કુલ 153 બ્રાહ્મણોને ડોંગરેજી મહારાજનાં ભાગવતનો ગ્રંથ આપવામાં આવશે. આજે મહાશિવરાત્રી નિમિતે અમરેલી કામનાથ મહાદેવી મંદીરની વણાર્ર્ગી શહેરનાં મુખ્યમાર્ગો ઉપર ફરીને મંદીરે પહોંચી બપોરની આરતી કરી હતી. અમરેલી નાગનાથ મંદીરે લઘુૠદ્ર યજ્ઞનું સાંજે 5 કલાકે બીડુ હોમ કરીને નાગનાથ મહાદેવ મંદીરથી ભોળાનાથની વણાર્ર્ગી શહેરનાં રાજમાર્ગો ઉપર ફરી સાંજે 7:30 કલાકે મંદીરે પહોંચી દાદાની આરતી કરવામાં આવી હતી. અમરેલી શહેરનાં અને જિલ્લાનાં શિવાલયોમાં બપોરની આરતી અને ભાંગનો પ્રસાદ બાટવામાં આવ્યો હતો. તેમજ કેટલાક મંદીરોમાં ભુદેવોને ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે શિવભક્તો દ્વારા ભોળાનાથને ચાર પ્રહરની આરતી કરી સવારનાં ગંગાજળ પંચામૃત, શેરડીનો રસ, દુધ, બીલ્વપત્ર, ધતુુરાનાં ફુલનો તેમજ કમળનો અભિષેક કરવામાં આવ્યો હતો. આજે શિવરાત્રી નિમિતે દરેક શિવાલયોમાં શિવભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યુું હતું.