અમરેલી જિલ્લામાં “મારી માટી મારો દેશ’ અભિયાનનો પ્રારંભ

અમરેલી,
અમરેલી જિલ્લામાં મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં દેશભક્તિ સહિત કાર્યક્રમો યોજાયા હતાં અને માતૃ ભુમિનાં વિર વિરાંગનાઓને યાદ કર્યા હતાં. સ્વાતંત્ર્ય પર્વના અવસરે માતૃભૂમિના વીર અને વીરાંગનાઓ અને રાષ્ટ્રની માટીને વંદન કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આગામી તા. તા.30 ઓગસ્ટ, 2023 સુધી સમગ્ર દેશમાં ’’મારી માટી, મારો દેશ’’ કાર્યક્રમ યોજાઇ રહ્યું છે. જિલ્લામાં “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન”અભિયાનમાં જોડાવાની સાથે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નાગરિકોએ માતૃભૂમિના વીર અને વીરાંગનાઓ અને રાષ્ટ્રની માટીને વંદન કર્યા હતા. આ અભિયાનમાં જોડાવા માટે વેબસાઈટની લિંક સાથે એક ક્યૂ-આર કોડ પણ આપવામાં આવ્યો છે. આ ક્યૂ-આર કોડને મોબાઈલમાં ગુગલ લેન્સની બાજુમાં આપવામાં આવેલા કેમેરા અથવા ક્યૂ-આર કોડ સ્કેનરથી સ્કેન કરવાથી સીધા સહભાગી થઈ શકાશે. નાગરિકો હાથમાં દીવો લઈ, અથવા વૃક્ષારોપણ કરી કે પછી માટી હાથમાં લઈને પોતાની સેલ્ફી ક્લિક કરી આ અભિયાનમાં સહભાગી થઈ શકે છે.આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ તબક્કામાં તા.09 થી તા.15 ઓગસ્ટ,2023 દરમિયાન પંચાયત સ્તરમાં અને તા.15 થી તા.30 ઓગષ્ટ, 2023 સુધીમાં બ્લોક અને નગરપાલિકા સ્તરના કાર્યક્રમો યોજાશે. મારી માટી મારો દેશ કાર્યક્રમ અન્વયે, જિલ્લાની દરેક પંચાયતમાં વીરોને નમન કરવાના હેતુથી એક શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવશે. જે સ્થળો પર જળાશય ઉપલબ્ધ હોય ત્યાં અમૃત સરોવર/જળાશયોની આસપાસ આ તકતી મૂકવામાં આવશે. આ ઉપરાંત જ્યાં જળાશયો ઉપલબ્ધ ન હોય ત્યાં પંચાયત કચેરી, શાળા પાસે તકતી મૂકવામાં આવશે, જેમાં સ્થાનિક વીરોના નામ અંકિત કરવામાં આવશે. આ તકતીમાં વડાપ્રધાનશ્રીના વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્થળનું નામ, આઝાદીના અમૃત મહોત્સવનો લોગો સહિતની વિગતો હશે. વીરોની વ્યાખ્યામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સુરક્ષા કર્મચારી (આર્મી, નેવી, એરફોર્સ) રાજ્ય પોલીસ દળ, સીએપીએફના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે એવા લોકો જે પોતાની ફરજ દરમિયાન મૃત્યુ પામ્યા છે, તેમને આ શિલાફલકમ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન આઝાદીના અમૃત મહોત્સવના પંચ પ્રણની પ્રતિજ્ઞા લેવડાવામાં આવશે અને સહભાગીઓ આ પ્રતિજ્ઞા હાથમાં માટીના દીવડા લઈને કરશે. સહભાગીઓ પોતાની સેલ્ફી, આ અભિયાનની વેબસાઈટ રાૉજ://સીિૈ સચચૌ સીચિગીજર. ર્યપ.ૈહ/જાી પર અપલોડ કરી શકાશે.લીલીયાજિલ્લાના લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલા ’’મારી માટી, મારો દેશ’’ કાર્યક્રમમાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, પદાધિકારીશ્રીઓ અને મહાનુભાવો સહિતના ઉત્સાહપૂર્વક જોડાયા હતા. લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વસુધા વંદન કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રની એકતા જળવાઇ રહે, રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અને જવાબદારી અદા કરવી અને રાષ્ટ્રના ભવ્ય વારસાની જાળવણી કરવા સહિતની બાબતોને આવરી લઇ નાગરિકોએ પ્રતિજ્ઞા લીધી હતી.બગસરાજિલ્લાના બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, મહાનુભાવો સહિતના ઉત્સાહપૂર્વક જોડાયા હતા.ધારી અને જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલા આ ’’મારી માટી, મારો દેશ’’ કાર્યક્રમમાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, પદાધિકારીશ્રીઓ અને મહાનુભાવો સહિતના ઉત્સાહપૂર્વક જોડાઇ પ્રતિજ્ઞા લીધી. રાષ્ટ્રની એકતા જળવાઇ રહે, રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અને જવાબદારી અદા કરવી અને રાષ્ટ્રના ભવ્ય વારસાની જાળવણી કરવા સહિતની બાબતોને આવરી લઇ નાગરિકોએ પ્રતિજ્ઞા લીધી દિતલાધારીના દિતલા ગામે ગ્રામજનો તથા મહિલા સરપંચ તથા સમગ્ર સભ્યો દ્વારા અમૃત કળશ યાત્રા ની પૂર્વ તૈયારી ના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.તા. 9 ગસ્ટ થી શરૂ થનાર કાર્યક્રમ ’મેરી માટી મેરા દેશ’ અંતર્ગત જુદી જુદી પાંચ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.સ્મારકોનું સમર્પણ, પંચ પ્રાણ પ્રતિજ્ઞા, વસુધા વંદન,વિરો કા વંદન,અને રાષ્ટ્ર ધ્વજ ફરકાવી રાષ્ટ્રગાનનું ગાન કરવું.તેમ માનનીય શ્રી પ્રધાનમંત્રી એ આહવાન કર્યુ છે.જે દીતલા ગામે દેશદાઝ ના રસ્તા ઉપર ચાલવા કટિબદ્ધતા દર્શાવી છે. જેમાં આ કાર્યક્રમ માટે શ્રી પાયલબેન હિતેશભાઈ કંડોલિયા એ ભારે જહેમત ઊઠાવી હતી. (ગૌરાંગ આર વાળા)જુના વાઘણીયાજુના વાઘણીયા ગામે તા.9/8 ના સરકારશ્રીના મેરી માટી મેરા દેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા શિલાફલમ વસુધાવંદન વિરોકાવંદન પંચપ્રાણ પ્રતીજ્ઞા તથા ધ્વજ વંદન જેેવા કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ સરપંચ, તલાટીમંત્રી, સદસ્યો, પ્રાથમીક અને માધ્યમીક શાળાનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમ મગનભાઇ સરવૈયાએ જણાવ્યું હતું.