અમરેલી જિલ્લામાં માવઠું : વિજળી પડતા એકનું મોત

અમરેલી,
અમરેલી જિલ્લામાં બુધવારે રાત્રીના સમયે જિલ્લાના મોટા ભાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો અને છાટા પડ્યા હતા. રાજુલા તાલુકામાં અલગ અલગ એક સ્થળે ભર ઊનાળે વીજળી પડવાના કારણે એકનું મોત થયું છે.
અમરેલી જિલ્લામાં બુધવારે સવારથી જ વાતાવરણ અચાનક બદલાયા બાદ સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળો છવાયા હતા અને સાંજના સમયે અમરેલી, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, ખાંભા સહિતના જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદના છાંટા પડ્યા હતા. ગમે ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડશે તેવું વાતાવરણ સર્જાયું હતું પણ માત્ર ડકાકા ભડકા ન થયા હતા અને છાંટા પડ્યા હતા.
બીજી તરફ રાજુલા તાલુકામાં વીજળી પડવાના કારણે એકના મોતની ઘટના બની છે. પીપાવામાં પોર્ટ નજીક ફોરલેન માર્ગ પર ગુરુવારુ સવારે 10 વાગ્યાના અરસામાં નજીક આવી ખાડીમાં માછીમારી કરી રહેલા 3પ વર્ષીય યુવાન ભરતભાઈ બાલુભાઇ સોલંકી પર વીજળી પડતા તેનું મૃત્યુ થયું હતું. તેના મૃતદેહને પીએમ માટે રાજુલાની સરકારી હાસ્પિટલમાં ખસ્ોડાયો હતો.
અમરેલી જિલ્લામાં મેઘાવી માહોલના કારણે તાપમાનમાં નોંધાપાત્ર ઘટાડો થતા અગાઉ 41થી 43 ડીગ્રી જેટલું તાપમાન રહેતું હતું તેના બદલે 3પ ડીગ્રી નોંધાતા લોકોએ ગરમીમાં રાહત મેળવી હતી.રાજુલાના પ્રતિનિધિ શ્રી જયદેવ વરૂના અહેવાલ મુજબ દરિયાકાંઠાના ગામોમાં વિજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા પીપાવાવ ફોરલેન માર્ગમાં લોધીકા પાર્ક નજીક ખાડી માછીમારી કરી રહેલ યુવાન ભરતભાઇ બાલુભાઇ સોલંકી ઉપર વિજળી પડતા અન્ય યુવાનોએ રાડારાડી કરી મુકી હતી અને ભરતનું મોત નિપજયું હતુ સાવરકુંડલાના આ યુવાનનું મોત થતા તેના પરીવારજનોમાં આક્રદ છવાય ગયો હતો દરિયાઇ બેલ્ટ રાજુલાના શીયાળબેટ પીપાવાવ વિસ્તારમાં પણ સવારે વિજળીના કડાકા ભડાકા થયા હતા. અને ચોમાસા જેવો માહો છવાયો હતો.