અમરેલી જિલ્લામાં માવઠું : જાફરાબાદમાં પાંચ કરોડનું નુકસાન

  • કુદરતી આફતો ખેડુતોનો કેડો મુકતી નથી : વધારે વરસાદ પછી માવઠાથી નુકસાની : અમરેલી શહેરમાં પણ છાંટા
  • માવઠાને કારણે અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિજપડી,રાજુલા,ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કપાસ,જીરૂના પાકને મોટી નુકસાની થઇ
  • જાફરાબાદમાં સુકવેલી માછલીઓ પલળીને બગડી જતા માત્ર એક જ દિ’ માં રૂા. પાંચ કરોડનું નુકસાન : માછલીઓ દરિયામાંં ફેંકી દેવામાં આવશે

અમરેલી,
અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાને કારણે કપાસ અને જીરૂ જેવા ખેતીપાકોને મોટી નુકસાની થઇ છે પણ સાથે સાથે એકલા જાફરાબાદમાં જ એક જ દિવસમાં પાંચ કરોડની માછલીઓ માવઠાથી પલળી જતા બગડી ગઇ હતી અને તેને હવે દરિયામાં ફેંકી દેવામાં આવનાર હોવાનું ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન જાફરાબાદ ના પ્રમુખ શ્રી કનૈયાલાલ સોલંકીએ અવધ ટાઇમ્સને જણાવ્યું હતુ
અમરેલી શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલા દિવસોથી ઠંડીના પ્રમાણમાં ઉત્તરોતર ઘટાડો જોવા મળી રહયો છે. તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં હવામાનમાં પલ્ટો આવતા અમરેલી શહેર અને જીલ્લામાં આકાશમાં મોડી રાત્રીથી વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. કમૌસમી માવઠાના હવામાનથી શિયાળુ પાકનું વાવેતર કરેલા ખેડૂતોમાં ચિંતાની લકીર જોવા મળી રહી છે. ચોમાસામાં ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોને કપાસ અને મગફળીમાં નુકસાન થયું છે. ત્યારે પાણી સારૂ હોવાના કારણે અમરેલી જીલ્લામાં ખેડૂતોએ રવિ મોસમમાં ચણા, ઘઉં, ધાણા, જીરૂ જેવા શિયાળુ પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલ છે. ત્યારે આકાશમાં માવઠાના વાદળો છવાતા ખેડૂતો મુંજવણમાં મુકાયા છે. અને જો હવે માવઠુ થાયતો શિયાળુ પાકને મોટુ નુકસાન થાય તો ખેડૂતોને પડયા ઉપર પાટુ જેવો ઘાટ ઘડાય તેમ છે.
જ્યાર થી કોરોના શરૂ થયો છે ત્યાર થી જિલ્લાના દરિયાકાંઠાના માછીમારોની દશા ખુબજ દયનીય બની છે ,ગયા વર્ષે લોકડાઉનને કારણે ધંધા રોજગાર બંધ રાખી ઘરે બેસ્યા , ચાલુ વર્ષે યેનકેન પ્રકારે વ્યાજે કે લોનો કે ઉછીઉધારા કરીને ધંધા રોજગાર ચાલુ કર્યા , તારીખ 1/8/2020 થી ધંધા ચાલુ કર્યા એટલે એક પછી એક વાવાઝોડા કુદરતી આફત અને અવાર નવાર વરસાદ ને કારણે જાફરાબાદ ના માછીમારોને કરોડો રૂપિયાની નુકશાની વેઠવી પડી છે , અત્યારે પણ વરસાદ ચાલુ છે,અગાઉ રજુઆત થયા મુજબ જાફરાબાદ બંદરે મચ્છી ને સુકવી ને વેચાણ કરવામાં આવેછે અવાર નવાર વરસાદ ને કારણે મચ્છી બગડી જાય છે અને તેને ફેંકવી પડછે,આમ માછીમારોને અવાર નવાર થતાં નુકસાનને કારણે માછીમાર દેવામાં ડૂબી જાય છે ,
ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને તેમજ મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી જવાહરલાલ ચાવડાને અવાર નવાર લેખીત કે મૌખીક રજુઆત કરવામાં આવી છે કે માછીમારોને સહાય રૂપે પેકેજ જાહેર કરવામાં આવે જેથી માછીમાર ટકી રહે અને સરકાર શ્રી ને વિદેશી હુંડીયામણ મળતું રહે,એક બાજુ કોરોના ને કારણે અને લોકડાઉનને કારણે મચ્છી ના ભાવ ગબડ્યા છે બીજી બાજુ ચાયના તાજી મચ્છી ખરીદી બંધ કરેછે અને ઓછામાં પૂરું ડિઝલના ભાવમાં પણ અવારનવાર વધારો થાય છે માછીમારો તરફથી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન જાફરાબાદ ના પ્રમુખ શ્રી કનૈયાલાલ સોલંકી દ્વારા રજુઆતો કરવામાં આવી છે કે, માછીમારોને ફુલ નહિ તો ફુલની પાંખડી ઉપે સહાય આપવામાં આવે