અમરેલી જિલ્લામાં માસ્ક પહેર્યા વિના નીકળેલા 115 લોકોને દંડ ફટકારાયો

અમરેલી,કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતો અટકાવવા અમરેલી જિલ્લામાં માસ્ક ફરજિયાત પહેરીને બહાર નીકળવા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ છે. છતાં પણ ઘણાં સ્થળે લોકો માસ્ક પહેર્યા વિના બહાર નીકળતાં પકડાયા હતાં. આ લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ રૂ. 500 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા ફરજીયાત માસ્ક પહેરવાં તેમજ જાહેરમાં ન થૂંકવાનો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત તા. 17ના રોજ લાઠી ખાતેથી 7 વ્યક્તિઓ પકડાતાં રૂ. 2600, સાવરકુંડલા ખાતેથી 16 વ્યક્તિઓ પકડાતા રૂ. 8000 તેમજ રાજુલા ખાતેથી 1 વ્યક્તિ પકડાતા રૂ. 500 સહિત કુલ 11,100નો દંડ વસુલવામાં આવ્યો હતો. તા. 18ના રોજ લાઠી ખાતેથી રૂ. 500, સાવરકુંડલા ખાતેથી રૂ. 3000 તેમજ રાજુલા ખાતેથી રૂ. 2500 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સાવરકુંડલા ખાતેથી જાહેરમાં થૂંકવા બદલ 3 વ્યક્તિ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. માસ્ક ન પહેરવા બદલ તા. 19ના રોજ અમરેલી ખાતેથી રૂ. 4500, લાઠીથી રૂ. 3100, દામનગરથી રૂ. 5500, બાબરાથી રૂ. 3500, સાવરકુંડલાથી માસ્ક ન પહેરવા બદલ રૂ. 11000 તેમજ જાહેરમાં થૂંકવા બદલ રૂ. 300, રાજુલાથી રૂ. 7000 અને જાફરાબાદથી રૂ. 1500નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત તા. 20ના રોજ બગસરા ખાતેથી રૂ. 2000, ધારીથી રૂ. 800, લીલીયાથી રૂ. 500, અમરેલીથી રૂ. 5000, બાબરા થી રૂ. 5500, સાવરકુંડલાથી માસ્ક ન પહેરવા બદલ 8 વ્યક્તિઓ પાસેથી રૂ. 4000 તેમજ જાહેરમાં થૂંકવા બદલ 12 વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. તેમજ રાજુલાથી રૂ. 500 અને જાફરાબાદથી રૂ. 1000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં કુલ રૂ. 72,500 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.