- કોરોનાને કારણે કોઇ બેદરકારી નહી દાખવાય : એક પણ મેળાને મંજુરી નહી મળે
અમરેલી,
સરકાર દ્વારા હવે જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેની સામે લડવા પુરી તૈયારીઓ કરાઇ છે આવા સમયે સૌથી મહત્વનો એવો શ્રાવણ માસ આવી રહયો હોય અને શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રમાં મેળાનું મોટુ મહત્વ હોય છે ગયા વર્ષે કોરોનાને કારણે મેળાઓ બંધ રહયા હતા અને આ વખતે પણ મેળા બંધ રહેશે તેવા સંકેત મળી રહયા છે. કોરોનાને કારણે કોઇ બેદરકારી નહી દાખવાય અને અમરેલી જિલ્લામાં એક પણ મેળાને મંજુરી નહી મળે તેમ અમરેલી કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ.