અમરેલી જિલ્લામાં યમરાજ બુલેટ ઉપર સવાર થયાં

  • જિલ્લાના ગામે ગામ કોરોના કે પછી અન્ય કોઇ કારણે ભયજનક માત્રામાં માનવીઓને તેડા આવી રહયા છે

અમરેલી,
અમરેલી જિલ્લાના ગામે ગામ કોરોના કે પછી અન્ય કોઇ કારણે ભયજનક માત્રામાં માનવીઓને ઉપરથી તેડા આવી રહયા છે અને તેની સંખ્યા એકાદ બે કે પાંચ નહી પણ ગામે ગામથી ડઝનબંધની સંખ્યામાં લોકોને ઉપર લઇ જવામાં હવે યમરાજ બુલેટ ઉપર સવાર થયા હોય તેમ લાગી રહયું છે.આપણા શાસ્ત્રોમાં મૃત્યુના દેવ એવા યમરાજનું વાહન પાડો છે અને હાલમાં જેવી રીતે માનવીઓ મરી રહયા છે તે જોતા માનવીઓને ઉઠાવવાની ઝડપમાં કદાચ પાડો ધીમો પડતો હશે તેથી યમરાજાએ તમામ જગ્યાએ પહોંચી વળવા માટે પોતાના પરંપરાગત વાહનને બદલે બુલેટ શરૂ કરી હોય તેમ ટપો ટપ માનવીઓને ઉઠાવી રહયા છે રોયલ એન્ફીલ્ડની નવી આવેલી સેલ્ફ ર્સ્ટાટ બુલેટ ઉપર યમરાજ એકસો કરતા વધારે ઝડપે ચાલતા હોય તેમ જિલ્લાના ગામે ગામમાં એક પણ વિસ્તાર મોતની છાયાથી બચી શકયો નથી અને મોતનું તાંડવ હજુ પણ ભયજનક રીતે શરૂ થયું છે અને તે કયારે અટકે તે નકકી નથી.