અમરેલી જિલ્લામાં રસ્તા રીપેર કરી નુકશાનીનો સર્વે કરો : શ્રી જીતુભાઇ ડેર

  • જિલ્લાભરમાં અતિવૃષ્ટિને કારણે ખેડુતોને વ્યાપક નુકશાન થતા
  • જિલ્લા ભાજપનાં શ્રી જીતુભાઇ ડેર દ્વારા સરકારમાં થયેલી ધારદાર રજુઆત : લાઠી તાલુકાના મુખ્ય હાઇવે સાથે જોડાયેલા રસ્તાઓને વ્યાપક નુકશાન

અમરેલી,અમરેલી જિલ્લા ભા.જ.પ.ના ઉપાધ્યક્ષ અને લાઠી તાલુકાના ચાવંડ ગામના વતની અને તમામ સમાજના આદરણીય શ્રી જીતુભાઇ ડેરએ લાઠી તાલુકામાં અતિવૃષ્ટિ ના કારણે ખેતીવાડીમાં ચોમાસુ પાકને થયેલ નુકસાન અંગે અને લાઠી તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારના અને લાઠી તાલુકાના મુખ્ય હાઇવે સાથે જોડાયેલ રસ્તાઓને થયેલ નુકસાન બાબતે વતનના તાલુકાના ખેડૂતોનું અને તાલુકાના ગ્રામજનોનું હિત હૈયે રાખી ખેતીવાડીમાં ખેડૂતોને થનાર નુકસાન અંગે ગુજરાત સરકારશ્રી દ્વારા વહેલી તકે સર્વે કરાવી ખેડૂતો ને યોગ્ય વળતર ચૂકવવાની કામગીરી જલ્દી થી જલ્દી હાથ ધરાઈ એ માટે અને લાઠી તાલુકાના તમામ ગામોના ગ્રામ્ય વિસ્તારના અને લાઠી તાલુકાના મુખ્ય હાઇવે સાથે જોડાયેલ તમામ રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થયેલ છે તેના રિપેરિંગ કામની સત્વરે માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિ.શ્રીઓને જરૂરી સૂચનાઓ આપી સત્વરે તમામ રસ્તાઓનું જરૂરી સમારકામ કરવા કાર્યવાહી હાથ ધરવા રજુઆત કરી છે. સમગ્ર લાઠી તાલુકાના ખેડૂત પરિવારજનો અને ગ્રામજનોએ અને તમામ સમાજના આગેવાનોએ શ્રી જીતુભાઇ ડેર એ વતન ના તાલુકાની ચિંતા કરી સરકારશ્રીમાં કરેલ રજુઆત બદલ આનંદની લાગણી વ્યક્ત કરેલ છે.