અમરેલી જિલ્લામાં રાસાયણીક ખાતર નહી મળતા રજુઆત

  • મુખ્યમંત્રીને પત્ર પાઠવી ધારાસભ્ય શ્રી પ્રતાપભાઇ દુધાતે રજુઆત કરી

અમરેલી જિલ્લામાં હાલ કુદરતની મહેરબાનીથી વરસાદ વરસી રહયો છે બીજી તરફ ખેડુતોને રાસાયણીક ખાતર યુરીયાની જરૂરીયાત ઉભી થઇ છે પણ ખાતર મળતુ નથી બીજી તરફ કોરોનાની મહામારી ચાલે છે તેથી તાત્કાલીક ખાતર વ્યવસ્થા કરવામાં આવે અમરેલી જિલ્લામાં પણ તાલુકા મથકે રાસાયણીક ખાતરની વ્યવસ્થા કરવા ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને રજુઆત કર્યાનું જણાવ્યુ છે.