અમરેલી જિલ્લામાં રેલ્વે સુવિધા ન મળે તો આંદોલન

  • કોરોનાને કારણે લોકડાઉન બાદ એકાએક ટ્રેનો બંધ કરી દેતા અનેક પ્રશ્ર્ન સર્જાયા
  • ઘણા સમયથી ટ્રેનને કારણે વેપારીઓને પણ માલ સામાન લાવવા લઇ જવા મુશ્કેલી સર્જાઇ

અમરેલી,
અમરેલી જિલ્લામાં રેલ્વે સુવિધા આપવામાં નહી આવે તો ઉપવાસ આંદોલન કરવા ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સે ચીમકી આપી છે અમરેલી જિલ્લાને રેલ્વે સુવિધા આપવા અમરેલી ડિસ્ટ્રીકટર ચેમ્બર ઓફ કોમર્સે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાને રજુઆત કરી જણાવ્યુ છે કોરોના મહામારીને કારણે લોકડાઉનથી અમરેલી જિલ્લાને રેલ્વેની નહીવત સુવિધા હતી તે પણ બંધ કરી છે ઢસાથી વેરાવળ અને ખીજડીયાથી જુનાગઢ તથા મહુવાથી બાંદ્રા જતી ટ્રેન બંધ કરેલ છે પેસેન્જર ટ્રેન બંધ થતા મુશ્કેલી છે અને લોકોએ હાલાકી ભોગવવી પડે છે સીનીયર સીટીઝનો, બાળકો, મહિલાઓએ ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે અને ખર્ચ વધી જાય છે વેપારીઓને પણ માલ સામાન મંગાવવાની મુશ્કેલી છે તેથી ટ્રેનો શરૂ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કર વા ફરજ પડશે તેમ અમરેલી ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ચતુરભાઇ અકબરીએ જણાવ્યુ છે.