અમરેલી ,
અમરેલી જિલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા કેન્દ્રમાં અમરેલી જિલ્લાને ટ્રેનના લાંબા રૂટની માંગણી સાથે અવારનવાર રજૂઆત કરવામાં આવતી હતી. આ અવારનવાર રજૂઆત અને સાંસદ શ્રીના અનેક પ્રયાસોની સફળતાના ભાગરૂપે અમરેલી જિલ્લામાં સૌપ્રથમવાર અમરેલી જિલ્લાને વેરાવળ થી વારાણસી સુધીની ડાયરેક્ટ રેલવે સેવાનો લાભ મળ્યો છે. ત્યારે આજે આ રૂટની ટ્રેન અમરેલીના ચિત્તલ રેલવે સ્ટેશન ખાતે પહોંચતા સાંસદ નારણભાઈ કાછડીયા તેમજ ગુજરાત વિધાનસભાના ઉપદંડક કૌશિકભાઇ વેકરીયા દ્વારા ટ્રેનને લીલી જંડી બતાવવામાં આવી હતી. આ તકે ચિત્તલ અને જશવંતગઢ ગામના રાજકીય આગેવાનો તેમજ વેપારી એસોસિએશન દ્વારા નારણભાઈ તેમજ કૌશિકભાઈ નું હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ લાંબા રૂટ ની રેલવે સેવાનો લાભ મળતા ગામ લોકોમાં આનંદ ઉત્સાહની લહેર દોડી હતી. તેમજ ચિત્તલ અને જસવંતગઢ ગામના લોકોએ મોટી સંખ્યામાં રેલ્વે સ્ટેશને હાજર રહી ટ્રેનના વધામણા કર્યા હતા. આ તકે ચિતલ ગુરુકુળ સ્વામી હરિચરણ દાસજી, અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ પાથર, રાજકીય આગેવાન વિજયભાઈ દેસાઈ, ધામી ટીમ્બર માર્ટના કાળુભાઈ ધામી, ચિતલ ઉપસરપંચ રઘુવીરસિંહ સરવૈયા, જયેશભાઈ નાકરાણી, વેપારી એસોસિએશનના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા, તાલુકા પંચાયતના જે બી દેસાઈ, મેહુલભાઇ ધોરાજીયા જિલ્લા ભાજપ મહામંત્રી, ભાવનાબેન ગોંડલીયા પ્રદેશ મંત્રી મહિલા મોરચો, ગોપાલભાઇ અંટાળા કુંકાવાવ ભાજપ તાલુકા પ્રમુખ અને રંજનબેન ડાભી, મહિલા મોરચાના રંજનબેન બાબરીયા, દશરથસિંહ સરવૈયા, જયંતીભાઈ દેસાઈ, રાજુભાઈ ધાનાણી, પ્રવીણભાઈ તેરવાડીયા સહિતના આગેવાનો અને કાર્યકરો તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા .