અમરેલી જિલ્લામાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ

અમરેલી,
વરસાદ રહી ગયો પણ તેમ છતા અમરેલી જિલ્લામાં ખેડુતો માટે ખેતરમાં જઇ ખેતી કરી ઉપજ લેવી મુશ્કેલ બનશે તેવુ ચિત્ર અત્યારે દેખાઇ રહયું છે કારણ કે, એક મહીના સુધી સતત પડેલા વરસાદને કારણે અમરેલી જિલ્લામાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.લીલા દુકાળને કારણે વાડી ખેતરોમાં ખેડુત જઇ શકયા ન હોવાને કારણે ભયંકર હદે ખડ ઉગી જતા અંદર ખેડુતે વાવેલ મગફળી,કપાસ કે અન્ય પાકના રોપ નજરે નથી ચડતા જેને લીધ્ો ખડનો નાશ કરવાની દવા બનાવવાઅને વેંચવા વાળાઓને બખ્ખા થઇ ગયા છે.જિલ્લાના લીલીયાથી કુંડલા વચ્ચેના ખારાપાટમાં પાક પીળો પડી ગયો છે તો ખાંભા જેવા ડુંગરાળ પ્રદેશમાં પાક પીળો નથી પડયો પણ ભયંકર હદે ઘાસ ઉગી નિકળ્યું છે નાગેશ્રીમાં તો હજુ ખેતરમાં નથી જવાતુ વંડા જેવા ગામમાં તો ખડનો નાશ કરવા માટે ચાર હજારની એક લીટર દવા એવી દવાના રોજે રોજ ટેમ્પા ઠલવાય છે.રાજુલા વિસ્તારમાં હજુ પણ ખેતરોમાં જવાય તેવી હાલત નથી અને તેમ છતા જે ખેતરોમાં કામ થઇ શકે તેમ છે ત્યા રોજના 400 રૂપિયા જેવી મજુરી દેતા પણ ખડ નિંદવા મજુરો મળતા નથી આવી સ્થિતિને કારણે બીયારણ બચાવવા બાપડા ખેડુતો મોંઘીદાટ ખડનાશક દવા ખરીદે છે અને તેમ છતા પાક થાય ઉપજ આવે તેવી આશા રાખી રહયા છે.