અમરેલી જિલ્લામાં લેન્ડગ્રેબીંગ સામે ટીમો તૈયાર કરાઇ

  • કલેકટર કચેરીમાં જમીનનાં મામલાઓના અનુભવી જાણકાર કાર્યદક્ષ અધિકારીઓની ટીમની રચના કરાઇ : જમીનના કેસોની જીણવટભરી તપાસા
  • પોલીસ તંત્ર દ્વારા પણ જમીનના મામલાઓમાં રેવન્યુના સહકારથી ભુમાફિયાઓને ભરી પીવા માટે તૈયારીઓ : સંયુક્ત ટીમો ભુમાફિયાઓ ઉપર ગમે ત્યારે ત્રાટકશે

અમરેલી, અમરેલી જિલ્લામાં સરકારી અને ગૌચરની તથા ગરીબોની જમીન પચાવી પાડનારા સામે કલેકટરશ્રી આયુષ ઓક તથા એસપીશ્રી નિર્લિપ્ત રાયની ટીમો સજ્જ હોવાનું જાણવા મળેલ છે જાણકાર સુત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લામાં લેન્ડગ્રેબીંગ સામે ટીમો તૈયાર કરાઇ છે અને તેના માટે કલેકટર કચેરીમાં જમીનનાં મામલાઓના અનુભવી જાણકાર કાર્યદક્ષ અધિકારીઓની ટીમની રચના કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા કરવામાં આવી છે આ ટીમ જમીનના કેસોની જીણવટભરી તપાસ કરશે આ ઉપરાંત એસપીશ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા પણ જમીનના મામલાઓમાં રેવન્યુના સહકારથી ભુમાફિયાઓને ભરી પીવા માટે તૈયારીઓ શરૂ કરાઇ છે અને સંયુક્ત ટીમો ભુમાફિયાઓ ઉપર ગમે ત્યારે ત્રાટકશે તેમ જાણવા મળેલ છે.