અમરેલી જિલ્લામાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

  • દાખલ દર્દીઓ કરતા બારોબારથી લેવાયેલા સેમ્પલમાં સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ આવી રહયા છે
  • અમરેલી શહેરમાં 6 પોઝિટીવ કેસ આવ્યાં : કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં વધુ 27 દર્દીઓ દાખલ થયા : ચેકપોસ્ટ ઉપરથી 52 દર્દીઓ બિમાર મળ્યાં : કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 517, 331 દર્દીઓ સાજા

અમરેલી,   અમરેલી મંગળવારે અમરેલી જિલ્લામાં કોરોનાનાં વધુ 18 કેસ આવ્યા હતા જેમાં અમરેલીની બ્રાહ્મણ સોસાયટીમાં 48 વર્ષની મહિલા અને 50 વર્ષના પુરૂષ તથા જેશીંગપરાના રોકડનગર, ધારી રોડે અક્ષરધામ સોસાયટી, બસ સ્ટેન્ડ પાસે ડીએલવી સોસાયટી, ચિતલ રોડે ગીરીરાજ સોસાયટી અને ગમા પીપળીયામાં 3 કેસ તથા મોટી કુંકાવાવ, બાબરાના જીવાપર, વડીયામાં 2, ખાંભાના ભુંડણી, જાફરાબાદના પીપળીકાંઠા, કુંડલાના આંબરડી અને લાઠીના ઇંગોરાળામાં 2 કેસ મળી કુલ 18 કેસ પોઝિટિવ આવ્યા હતા જ્યારે અમરેલી સુખનાથપરા, સાપર, લીલીયાની વાણંદશેરી, હિંડોરણા, નવા જાંજરીયા, રાજુલા હરીજનવાસ પાસે, સાવરકુંડલાના જેસર રોડે ગ્રામ સોસાયટી, અમરેલીના પીઠવાજાળમાં 3, રાજસ્થળી, અમરેલીની મોટી હવેલી, અમરેલીના જેશીંગપરા, બાબરાના વાવડી, અમરેલી લાઠી રોડના યોગી નગર, બળેલ પીપરીયા, સાવરકુંડલા નેસડી રોડ, રીકડીયા, બગસરા નટવર નગર, કુંડલા હાથસણી રોડ, ગારીયાધાર, બાબરાના કરીયાણા રોડ, અમરેલી માણેકપરા, ધારી વેકરીયા પરા, બાબરાના ઇશાપર, અમરેલી મણીનગર અને ખાંભાના ભુંડણીના દર્દીને દાખલ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.