અમરેલી જિલ્લામાં વધુ 2 દર્દીના મોત : કોરોનાનાં 26 પોઝિટિવ કેસ : 13 કેસ અમરેલી સીટીનાં

  • આરોગ્ય તંત્ર અને હોસ્પિટલનું તંત્ર હવે કોવિડના કેસથી ટેવાઇ રહયુ છે
  • સાવરકુંડલા શહેર અને નેસડીના વૃધ્ધ દર્દીના મૃત્યું : ચાર દિવસ પહેલા મૃત્યુ પામેલ વૃંદાવન સોસાયટીના મૃત્યુને કોવિડ-19થી મૃત્યુ જાહેર

અમરેલી,
કોરોનાનાં રોજ આવી રહેલા ડઝનબંધ કેસોથી આરોગ્ય તંત્ર અને હોસ્પિટલ તંત્ર હવે ટેવાઇ રહયુ છે આ વચ્ચે કોરોનાનાં કેસો ગતિ પકડી રહયા છે આજે કુંડલા પંથકના બે દર્દીઓના મૃત્યુ થયા હતા અને કોરોનાનાં 26 નવા કેસ આવતા કુલ કેસથી સંખ્યા 1750 થઇ છે જેમાના 258 દર્દીઓ સારવાર હેઠળ છે.
સાવરકુંડલા તાલુકાના નેસડી ગામના 73 વર્ષના વૃધ્ધ અને સાવરકુંડલાના આઝાદ ચોક પાસે રહેતા 79 વર્ષના વૃધ્ધનું મૃત્યુ થયુ હતુ આજે તંત્ર દ્વારા અમરેલીની વૃંદાવન સોસાયટીમાં ચાર દિવસ પહેલા 58 વર્ષના પ્રૌઢના મૃત્યુનું કારણ કોવિડ જાહેર કર્યુ છે આજે અમરેલી શહેરમાં મીની કસ્બો, સીધ્ધાર્થનગર, માણેકપરામાં 2 કેસ, બ્રાહ્મણ સોસાયટીમાં 2 કેસ, હરીરોડ, વેસ્ટર્ન પાર્કમાં તથા નાગનાથ મંદિર પાસે, શ્રીરંગ સોસાયટી, વૃંદાવન પાર્ક અને જેશીંગપરામાં 2 મળી 13 કેસ નોંધાયા છે જ્યારે વિજપડીમાં 2, ખાંભાના જીનવાણી પ્લોટ, ધારીના સ્ટેશન પ્લોટ સહિત 2, મોટા લીલીયા, કુંકાવાવ, લીલીયાના ભેસાણમાં 2, બગસરામાં 2, રાજુલાના દાતરડીમાં 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત બગસરા, મોટા માંડવડા, અમરેલીના શ્યામનગર, વડીયા, કુંડલા, મોણપુર, ચાંપાથડ, ઉમરીયા, ચીખલી, વાઘાપરા, મોટા દેવળીયાના શંકાસ્પદ કેસો દાખલ થયા છે.