અમરેલી,
કોરોનાના સંક્રમણને રોકવા માટે કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ કરી જાહેરનામાનો ઉલાળીયો કરનારા દુકાનદારો સામે લાલ આંખ કરવામાં આવી છે બુધવારે 90 દુકાનોને મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતો દ્વારા સીલ કરવામાં આવી હતી અને આજે વધ્ાુ 82 દુકાનોને સીલ કરી જાહેરનામાનો ભંગ કરવા બદલ નોટીસો ફટકારવામાં આવી છે.અમરેલી ડીજાસ્ટર કચેરીના મામલતદારશ્રી બીરજુ પંડયાએ આપેલી વિગતો અનુસાર અમરેલીમાં આજે 5 , લાઠીમાં 6, બાબરામાં 15, ધારીમાં 15, સાવરકુંડલામાં 5, બગરામાં 11, રાજુલામાં 14, જાફરાબાદમાં 9, લીલીયામાં 2 દુકાનોમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ ન જળવાયુ હોય અને સેનેટાઇઝેશન ન થતુ હોય આ દુકાનોને સીલ કરી જાહેરનામાના ભંગ બદલ નોટીસો આપવામાં આવી હતી ગુરૂવારે તંત્ર દ્વારા 468 જગ્યાએ ચકાસણી કરવામાં આવી હતી તેમ શ્રી પંડયાએ જણાવ્યું છે.