અમરેલી જિલ્લામાં વરસાદથી નુકશાન : સર્વેની માંગ

અમરેલી,
અમરેલી જિલ્લામાં તાજેતરના વરસાદને કારણે લોકોની મિલ્કતોને નુકસાન થયું છે તેનો સર્વે કરાવી સહાય ચુકવવા અમરેલી શહેર કોગ્રેસ પ્રમુખ સંદિપ પંડયા તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિપુલભાઇ દુધાતે મુખ્યમંત્રીને પત્ર પાઠવી સહાય ચુકવવા રજુઆત કરી છે અને શ્રી વિપુલભાઇ દુધાતે રજુઆતમાં જણાવ્યું છે કે લીલીયા તથા અન્ય ગામડાઓમાં શેત્રુજી અને અન્ય નદીઓમાં આવેલ પુરના કારણે ખેડુતોના ઉભા મોલાતને નુકસાન થયેલ છે તેનું સર્વે કરાવી ખેડુતોને સહાય આપવા તેમજ અમરેલી તાલુકા ઉપરાંત વડીયા, કુકાવાવ સહિતના ગામોમાં પણ અનેક મકાનો પડી ગયા છે અને મકાનો ડેમેજ પણ થયા છે અમરેલીના જેસીંગપરામાં શાકભાજી વેંચી ગુજરાન ચલાવતા દિનેશભાઇ સોલંકીનું મકાન પણ ધરાશાયી થયું છે. તેમજ વેપારીઓને દુકાનો ફેકટરીઓમાં પાણી ઘુસી જતા ભારે નુકસાનથયું છે તેથી સર્વે કરાવીને સહાય ચુકવવા તથા જયાં કાયમી પાણી ભરાય છે તેવી જગ્યાએ પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા

 

શેત્રુજી રેળાતા બવાડી, બવાડા, ઇંગોરાળા, પીપરડી, વાઘણીયા, ભેંસવડી, નાના રાજકોટ, આંબા, શેઢાવદર, ક્રાંકચ સહિતનાં શેત્રુજી કાંઠાના ગામોમાં આવેલા ખેતરોમાં પાણી ભરાતા પાક બળી ગયો છે અને મોટુ નુકશાન ગયુ છે તેમ જિલ્લા શિક્ષણ સમિતીના ચેરમેન શ્રી વિપુલભાઇ દુધાતે જણાવ્યુ છે.
અમરેલી શહેરના જેસિંગપરા વિસ્તારમાં આવેલ રામપરા શેરી નંબર ત્રણ માં આવેલ રહેણાંક મકાન જે મકાન પ્રકાશભાઈ વિરજીભાઇ ત્રાપસિયાન રહેણાંક મકાનની દિવાલ ધારા સહી થયા હોવાના બનાવ સામે આવેલા છે આજરોજ વહેલી સવારે 04:00 વાગ્યાથી વરસાદ શરૂ હોય વરસાદના કારણે આજરોજ આ મકાનનિ દિવાલ ધારાસહી બનવાનો બનાવ સામે આવ્યો છે પરંતુ સહનસીબે કોઈ જાનહાની થઈ નથી