અમરેલી જિલ્લામાં વરસાદની રાહ જોયા વગર વાવણીનાં શ્રી ગણેશ

અમરેલી,
અમરેલી જીલ્લામા ખેડુતોએ ચોમાસુ પાકોનુ વાવેતર શરૂ કર્યુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમરેલી જીલ્લામા સૌથી વધ્ાુ કપાસનું વાવેતર 1,57,973 હેકટરમા જયારે બીજા ક્રમે મગફળી 51698 હેકટરમા વાવેતર કરેલ છે.અને ત્રીજા ક્રમે સોયાબીન 2181 હેકટરમા ખેડુતોએ વાવણી કરી છે. હજુ પણ જીલ્લાભરમા વાવણીનો વિસ્તાર વધશે.અમરેલી તાલુકામા મગફળી 1500 , સોયાબીન 10, કપાસ 25500, શાકભાજી 10, ઘાસચારો 25 ,બાબરા મગફળી 3069, કપાસ 3729, બગસરા તુવેર 61, મગ 13, મઠ 2, અડદ 1, મગફળી 3850 , તલ 3, દિવેલા 93, સોયાબીન 2050 , કપાસ 16546 , શાકભાજી 60, ઘાસચારો 120, ધારી મગફળી 3979, કપાસ 8701 , જાફરાબાદ મગફળી 1450 , કપાસ 5177 , ખાંભા મગફળી 360,કપાસ 12530, શાકભાજી 10, લાઠી મગફળી 492, કપાસ 24188, લીલીયા કપાસ 185 , રાજુલા મગફળી 500, કપાસ 476, સાવરકુંડલા મગફળી 19147, કપાસ 38540 ,કુંકાવાવ તુવેર 20, મગ 107, અડદ 59, મગફળી 17351, તલ 110, સોયાબીન 121, કપાસ 22401, શાકભાજી 154, ઘાસચારો 242 હેકટરમા વાવેતરો થયેલ છે.અને હજુ પણ વાવેતરનો વિસ્તાર વધશે.અમરેલી જીલ્લામા સાવરકુંડલા અને કુંકાવાવમા મગફળીનું વધ્ાુ પ્રમાણમા વાવેતર કરવામા આવેલ છે.જયારે કપાસનું સાવરકુંડલા તાલુકામા 38540 હેકટર જમીનમા વાવેતર થયેલ છે. જયારે શાકભાજી કુંકાવાવ તાલુકામા 154 હેકટર જમીનમા વાવેતર કરવામા આવેલ છે.