અમરેલી જિલ્લામાં વર્ષ 2022 માં પ્રોહીબીશન કબ્જાના 621 અને પીવાના 1568 મળી કુલ 2189 કેસો કર્યા

અમરેલી , અમરેલી ડીવીઝનમાં ચાલુ વર્ષમાં સને 2022 પ્રોહીબીશનનાં કબ્જાનાં કુલ- 621 તથા પીવાના કુલ – 1568 કેસો મળી પ્રોહીબીશનનાં કુલ – 2189 કેસો કરવામાં આવેલ છે તેમજ સતત પ્રોહીબુટલેગર્સનાં રહેણાંક મકાન પર તેમજ અન્ય જગ્યાઓએ સફળ અથવા નીલ રેઇડો કરવામાં આવેલ છે. તેમજ આ બાબતે પો.સ્ટે.ના થાણા અધિકારી,સર્વલન્સ સ્કોવ્ડ, બીટ/ઓ.પી.નાં કર્મચારીઓ, દ્રારા સઘન પેટ્રોલીંગ ફરવામાં આવે છે અને ગેરકાયદેસર પવૃતિસાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ અમરેલી ડીવીઝન વિસ્તારમાં પ્રોહીબિશીન એકટ કલમ 93 મુજબ તેમજ હદપારી,પાસા એકટ તળે અટકાયતી પગલાની કામગીરી કરવામાં આવેલ છે અને પ્રોહીબુટલેગર્સ ઉપર જુદા જુદા પોલીસ સ્ટેશનનાં પોલીસ સ્ટાફ દ્રારા રેઇડો કરવામાં આવી રહી છે અને અમરેલી ડીવીઝનની હદમાં પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સઘન પ્રયત્નો કરવામાં આવી રહયા છે તેમ છતાં સમગ્ર અમરેલી ડીવીજનની જનતાને આહવાન કરવામાં આવેલ છે કે આપની આસપાસમાં કોઇ ગે.કા પ્રવૃતિ થતી જણાય આવે તો અમરેલી ડીવીઝનનાં ટેલીફોન નં 02792 (222132) ઉપર જાણ કરી દારૂનીબદીને સદંતર નેસ્ત નાબુદ કરવા સહકાર આપી સહભાગી બનવા સુજ્ઞ નાગરીકોને આહવાન કરવામાં આવે