અમરેલી જિલ્લામાં વાવણીના શ્રીગણેશ કરતા ધરતીપુત્રો

છેલ્લા ચાર દિવસમાં જિલ્લાના વડીયા-જાફરાબાદ, લાઠી સીવાય તમામ તાલુકાઓમાં બે ઇંચ ઉપરાંત વરસાદ પડતા વાવણી શરૂ કરી દેવામાં આવી : વાતાવરણમાં સતત ભેજ

ખાંભામાં સૌથી વધ્ાુ છ ઇંચ વરસાદ : અમરેલી અને સાવરકુંડલામાં ત્રણ ઇંચ, રાજુલામાં ચાર, ધારી અને બગસરામાં દોઢ,બાબરામાં બે : વડીયા-લાઠી-જાફરાબાદમાં એક ઇંચ

અમરેલી, ચોમાસાનાં સતાવાર આગમનને હજુ દસ પંદર દિવસની વાર છે તે પહેલા નિસર્ગ વાવાઝોડાએ અરબી સમુદ્રમાં મારેલા ફુંફાડાને કારણે અરબી સમુદ્રનાં કાંઠે આવેલા અમરેલી જિલ્લામાં સતત ચાર દિવસ સુધી વરસાદી વાતાવરણ અને એક થી છ ઇંચ સુધી વરસાદ પડતા અને સતત પવનનું પ્રમાણ ઓછુ રહેવાને કારણે વાતાવરણાં ભેજ રહેતા પાણી જમીનમાં ઉતર્યા છે. અને રવિવારથી અમરેલી જિલ્લામાં વાવણીનાં ધરતતી પુત્રોએ શ્રીગણેશ કર્યા છે. છેલ્લા ચાર દિવસમાં જિલ્લાના વડીયા-જાફરાબાદ, લાઠી સીવાય તમામ તાલુકાઓમાં બે ઇંચ ઉપરાંત વરસાદ પડતા વાવણી શરૂ કરી દેવામાં આવી છે. કોઇકોઇ જગ્યાએ મીની વાવાઝોડા જેવા વાતાવરણમાં પણ સતત ભેજ રહેવાને કારણે અને તડકો ન પડતા તથા રોજ બપોર પછી વરસાદ પડવાનું સતત ચાલુ છે. જેના કારણે ખાંભામાં સૌથી વધ્ાુ છ ઇંચ વરસાદ પડતા રાયડી નદીમાં પુર આવ્યાં છે અને તમામ નદી નાળા વહેતા થયાં છે. જ્યારે અમરેલી અને સાવરકુંડલામાં ત્રણ ઇંચ તથા રાજુલામાં ચાર અને ધારી તથા બગસરામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે અને પાંચાળ પંથકબાબરામાં બે ઇંચ જ્યારે સૌથી ઓછો વડીયા-લાઠી-જાફરાબાદમાં એક ઇંચ પડ્યો છે. આ ઉપરાંત ધારી પંથકનાં ગીર વિસ્તારમાં પણ સારો વરસાદ પડવાને કારણે જિલ્લાનાં સૌથી મોટા ખોડીયાર ડેમમાં પાણીને આવકનો પ્રારંભ થયો છે. એવી જ રીતે રાયડી ડેમમાં પણ નવી આવક ચાલુ થઇ છે.