અમરેલી જિલ્લામાં વાવાઝોડાથી 41 ના મોત

  • અમરેલી જિલ્લાના ગામડાઓમાં હજુ પણ અંધારપટ્ટ : લોકો દયાજનક હાલતમાં : ત્રણ દિવસે પણ તંત્ર ગામડામાં સહાય કે પાણી પહોંચ્યું નથી 

અમરેલી,
અમરેલી જિલ્લાને ધમરોળનાર વાવાઝોડાની ગંભીર અસરો અને વિનાશકતાની વિગતો જેમ જેમ સંપર્ક થઇ રહયો છે તેમ તેમ બહાર આવી રહી છે આજે ત્રીજા દિવસે એવી વિગત સતાવાર રીતે બહાર આવી છે કે વાવાઝોડાને કારણે લોકોના મૃત્યુની સંખ્યા 41 થઇ છે જેમાં સૌથી વધુ 11 મૃત્યુ સાવરકુંડલા તાલુકાના છે જ્યારે બીજા નંબરે સૌથી વધ્ાુ જાનહાની ખાંભા તાલુકામાં થઇ છે અહીં 9 મૃત્યુ થયા છે ત્યાર બાદ રાજુલામાં આઠ મૃત્યુ અને જાફરાબાદમાં 7 તથા ધારી અને બગસરામાં ત્રણ ત્રણ મૃત્યુ થયા છે. મૃત્યુના આંકડા હજુ પણ પુરો સંપર્ક થતા વધવાની શક્યતા છે 41 માનવી ઉપરાંત 3099 પશુઓના મૃત્યુ થયા છે તથા 24 લોકોને ઇજા થઇ છે અમરેલી શહેર સિવાયના ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ અંધારપટ છે 331 રસ્તાઓ બંધ થયા હતા જેમાં 228 બપોર સુધીમાં શરૂ થઇ ગયા છે અને વિજળીના 10 હજાર જેલા થાંભલાને નુકશાન થયુ છે જ્યારે અમરેલી જિલ્લાની કુલ જમીનના 5 ટકા ખેતીની જમીનમાં ઉભેલા પાકને વાવાઝોડાએ ખેદાન મેદાન કરી નાખ્યો છે.