અમરેલી જિલ્લામાં વાવાઝોડા સામે તંત્ર એલર્ટ

અમરેલી,
હવામાન વિભાગ ના તા.07/06/2023ના ન્યુઝ બુલેટીનના સંદર્ભ મુજબ અરબી સમુદ્રમાં વાવાઝોડું બિપારજોય સર્જાઈ તેવી શક્યતા છે. બિપારજોય વાવાઝોડા સંદર્ભે અમરેલી જિલ્લામાં આગામી તા.12/06/2023 સુધીના સમયગાળા દરમિયાન સાવચેતી અને સલામતીના પગલાં સુનિશ્ચિત કરવા આવશ્યક છે. મહત્વનું છે કે, સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ અમરેલી જિલ્લા કલેકટરશ્રી દ્વારા તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને હેડ કવાર્ટરમાં હાજર રહેવા તથા તાકીદની પરિસ્થિતિમાં વડી કચેરીની સૂચના મુજબ ત્વરિત કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે. તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ સાવચેતી અને સલામતીના પગલાં સુનિશ્ચિત કરવાની પૂર્વ તૈયારીઓના ભાગરુપે જિલ્લાની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓની જરુરિયાત હોય તેવી સંભાવના છે. આથી, આગામી જાહેર રજાના દિવસો સહિતના સમયગાળા દરમિયાન અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને હેડક્વાર્ટર ન છોડવા તથા હેડક્વાર્ટરમાં ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેક્ટરશ્રી, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો