અમરેલી જિલ્લામાં વિજ ચેકીંગ : 48 ટીમો ત્રાટકી

અમરેલી,
અમરેલી પીજીવીસીએલની સર્કલ ઓફીસ દ્વારા કોર્પોરેટ ડ્રાઇવ યોજાતા બુધવારે કોડીનાર અને ઉના વિસ્તારમાં ચેકીંગ બાદ ગુરૂવારે ખાંભા, સાવરકુંડલા અને રાજુલા ટાઉનમાં વિજ ચેકીંગ કર્યુ હતું. સતત ત્રીજા દિવસે આજે તા.6નાં રોજ અમરેલી સર્કલની કોર્પોરેટ ડ્રાઇવ યોજાતા ચિતલ બાબરા, ગ્રામ્ય અને શહેરમાં કુલ 23 ટીમોએ 280 જોડાણો ચેક કરી 63 વિજ જોડાણોમાં રૂા.7.25 લાખની ગેરરીતી ઝડપી લીધી હતી એજ રીતે અમરેલી ટાઉન, અમરેલી રૂરલ, લાઠી, દામનગરમાં વધ્ાુ 25 ટીમોએ ત્રાટકી 257 જોડાણો ચેક કર્યા હતાં. તેમાંથી 42 જોડાણોમાં 23.50 લાખની ગેરરીતી ઝડપી હતી આમ ચિતલ, બાબરા, અમરેલી, લાઠી, દામનગર વિસ્તારમાં આજે કુલ 48 ટીમોએ 537 વિજ જોડાણો ચેક કરી 105 વિજ જોડાણોમાં રૂા.30.75 લાખની ગેરરીતી પકડી પાડી હતી તેમ અમરેલી સર્કલ પીજીવીસીએલનાં સુત્રો દ્વારા જાણવા મળ્યું .