અમરેલી જિલ્લામાં વિદેશથી એમડી થયેલા ડોક્ટરો બોર્ડ ઉપર ડીગ્રીની વિગતો લખે તેવી માંગ કરતા ડો.ગજેરા

  • ઇન્ડિયન મેડીકલ એસોસીએશન વતી મેડીકલ કાઉન્સીલને ડો.ગજેરા દ્વારા રજુઆત કરાઇ

અમરેલી,
ગુજરાતમાં અનેખાસ કરીને અમરેલી જિલ્લામાં બોગસ ડીગ્રીથી ઘણા ડોક્ટરો પ્રેક્ટીસ કરી રહ્યાં છે ખાસ કરીને વિદેશથી એમડીની ડીગ્રી લઇ આવીને અહીં ભારતમાં એમડી કર્યુ હોય તે રીતે પ્રેક્ટીસ કરે છે. ગામડાની અભણ અને અજ્ઞાન પ્રજાને એમડી ડીગ્રીનો તફાવત ખબર હોતી નથી. આવા સમયે એમડી ડોક્ટર્સ સારવાર કરતા હોય છે અને દર્દીઓને મોતનાં મુખમાં ધકેેલાતા હોય છે. તેથી મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા તરફથી એક એવો ફરજીયાત નિયમ લાવો જોઇએ કે, ડીગ્રી એમબીબીએસ સમકક્ષ છે. એવું બોર્ડ લગાવવું જોઇએ. આ માટે આઇએમએને રજુઆત કરી તો તેમણે સંપર્ક કરવા જણાવેલ. આયુર્વેદ કે હોમીયોપેથીક એવું પણ ડોક્ટરો લખતા નથી એટલે દર્દીઓ ગેરમાર્ગે દોરાય છે. તાજેતરમાં મહારાષ્ટ્ર મેડીકલ કાઉન્સીલે જે નિયમ લાવ્યા છે તે એમડી કે એમએસ ડોક્ટરોએ પોતાની ડીગ્રી એમબીબીએસ ફરજીયાત લખવું જેથી દર્દીઓને ખબર પડે કે ડોક્ટર એલોપેથીક છે. આ નિયમ ગુજરાતમાં પણ ફરમાન કરવો જોઇએ તેમ ઇન્ડિયન મેડીકલ એસોસીએશન વતી ડો.જી.જે.ગજેરાએ રજુઆત કર્યાનું અખબારી યાદીમાં જણાવ્યું છે.