અમરેલી જિલ્લામાં વિનાશક વાવાઝોડું : મકાન પડતા બેના મોત

સાવરકુંડલા,અમરેલી જિલ્લામાં સાવરકુંડલા-ખાંભા -ધારી અને અમરેલી પંથકમાં બુધવારે બપોરના સમયે વિનાશક વાવાઝોડું ત્રાટકતા ખાંભાના અનીડા ગામે ભારે પવનથી તોતીંગ પીપરનું વૃક્ષ પાકા મકાન ઉપર પડતા શ્રમીકોના બે બાળકોના મોત નિપજયા હતા જયારે એકને ગંભીર ઇજા થઇ હતી આ બનાવની જાણ થતા સેવાભાવીઓ અનીડા દોડી ગયા હતા આ વાવાઝોડામાં સાવરકુંડલામાં સ્મશાન તુટી પડયું હતુ અને સૌથી મોટી નુકસાની કુંડલા માર્કેટ યાર્ડમાં થઇ હતી અહી યાર્ડમાં શેડમાં રાખેલ ચણા, કપાસ અને શીંગનો પાક પવન સાથેના વરસાદમાં પલળી જતા 45 લાખ જેવી નુકસાની થઇ છે તો 67 જેટલા મકાનોના નળીયા ઉડી જતા ઘરવખરી પલળી ગઇ છે હાથસણી રોડે સાત જટલા મળી દસ મોટા વૃક્ષો પડી ગયા પહેલા પાનાનું
હતા તથા અનેક જગ્યાએ વિજળીના પોલ પડી જતા વિજળી ગુલ થઇ ગઇ હતી અને ખાદી કાર્યાલય પાસે વિજળી પડતા એક બળદનું મોત નિપજયું હતુ તથા તાલુકાના ગામોમાં પણ કેરી,બાજરી,તલ,શીંગ અને ડુંગળીના પાકને મોટી નુકસાનીના સમાચારો મળી રહયા છે.સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ વિપુલભાઈ ઉનાવા એ તાત્કાલિક ધોરણેથી સ્મશાનનું રીપેરીંગ કામ શરૂ કર્યું છે અને તાત્કાલિક કુંડલા સ્મશાન કાર્યરત થાય તેવા પ્રયાસોની બાહેંધરી આપી હતી. જોકે આમાં વધારે માઠી ગરીબોની બેઠી છે એક તો રોજી હતી નહી અને તેમાય ઘરની છતમાં નુકસાન થયું હોવાનું પાલિકા સદસ્ય શ્રી ધર્મેન્દ્ર મહેતાએ જણાવેલ છે.
અમરેલી તાલુકાના લાલાવદર ઇશ્ર્વરીયા, કેરીયાનાગસ, મતીરાળા જેવા ગામોમાં બપોરના 3 વાગ્યા બાદ પવનની વાઝડી અને ગાજવીજ સાથે અડધા ઇંચ જેવો વરસાદ પડી જતાં પાણી વહેતા થયા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમી માંથી રાહત મેળવી હતી. જયારે ચકકરગઢ દેવળીયા, ફતેપુર, વિઠ્ઠલપુર, ચાપાથળમાં પવન સાથે વરસાદનું ઝાપટુ પડયાનું સતીષ રાઠોડ જણાવે છે. જયારે ખાંભા તાલુકાના ગીધરડી, ભાડ, વાંકીયા, ઇંગોરાળા, નાનુડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને પવનની વાઝડી સાથે વરસાદના ઝાપડા પડયાનું રૂચિત મહેતાએ જણાવેલ છે. ધારી તાલુકાના નાગ્રધા, વીરપુર, માધ્ાુપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પવનની વાઝડી સાથે અડધો ઇંચ જેવો વરસાદ પડી જતાં ગામ બહાર પાણી વહેતા થયા હતા. તેમ રધ્ાુભાઇ ભડીંગજીની યાદીમાં જણાવાયું છે. પવનના કારણે વૃક્ષોની ડાળીઓ પણ ટુડી હતી. બાબરા શહેર અને તાલુકામાં બપોર બાદ વાદળો છવાતા પવન સાથે વરસાદના છાંટા પડયા હતા. જયારે જીલ્લામાં અમરેલી સહિત અન્ય તાલુકા અને ગામોમાં વાદળ છાયુ વાતાવરણ અને ઠંડો પવન ફુકાયો હતો.