અમરેલી જિલ્લામાં વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી

અમરેલી,
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાની તમામ શાળાઓમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને મહારેલી સ્વરૂપે ત્રણથી ચાર જ જેટલા બાળકોએ સિંહ સંવર્ધનના સૂત્ર બોલાવતા બોલાવતા જાગૃત કર્યા.
ખાંભા ,વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ખાંભા ગામની તમામ શાળાઓ ના બાળકો જૈન મહેતા સ્કૂલ ખાતે ઉજવણી કરવા ભેગા થયેલ હતા અને મહારેલી સ્વરૂપે ત્રણથી ચાર જ જેટલા બાળકોએ સિંહ સંવર્ધનના સૂત્ર બોલાવતા બોલાવતા ખાંભા ગ્રામજનોને જાગૃત કર્યા.આ કાર્યક્રમ સફળ બનાવવા ખાંભા ગામની તમામ શાળાના આચાર્ય અને શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમમાં સરપંચ બાબાભાઈ. અરવિંદભાઈ ચાવડા. રાજલબેન પાઠક. તથા ફોરેસ્ટ સ્ટાફ.આ ઉપરાંત મેહુલભાઈ કાચા નિલેશભાઈ ઉનાગર. સતાસિયા સાહેબ તમામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
લિલિયા ,લિલિયા તાલુકાની વાઘણીયા પ્રાથમિક શાળા ખાતે વિશ્ર્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી. આજરોજ 10 મી ઓગસ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે શાળામાં સૌ પ્રથમ શાળાના આચાર્ય મનસુખભાઇ મેવાડા દ્વારા વિધાર્થીઓને સિંહ સંવર્ધન અને સંરક્ષણ અંગે વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા . આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે વાઘણીયા ગામના સરપંચ બાલાભાઈ પડસારીયા શાળાના મનિષાબેન ચત્રોલા , મંજુલાબેન નારીયા, પૂર્વીબેન ધામત, ભરતભાઈ પરમાર તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા અમરેલી,શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સિંહ બચાવો જન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવેલ શાળાની આસપાસના વિસ્તારમાં રેલી કાઢી બધા લોકો સુધી સિંહ બચાવો દેશ બચાવો ના નારા લગાડી ને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી હતી આ રેલીમાં સંસ્થાના સંચાલક દંપતી દીપકભાઈ વઘાસીયા અને વિલાસબેન વઘાસીયાએ પણ જોડાઈ વિધાર્થીઓને સિંહનું રક્ષણ અને જતન કરવું તેવી પ્રેરણા આપેલી હતી.સાવરકુંડલા,જે વિશ્વ સિંહ દિવસની ઉજવણી અમરેલી જિલ્લામાં થઈ રહી છે ને શાળાના બાળકો સિંહોના સવર્ધન અને સિંહો પ્રત્યે જાળવણી માટે રેલીઓ અને મુખ પર સિંહોના મુખોટા સાથે સાવરકુંડલા ખાતે રેલીઓ નીકળી હતી ને સિંહો બચાવવા વનવિભાગ અને એન.જી.ઓ. દ્વારા જાગૃતિ રેલીઓ યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય મહેશ કસવાળા, ઘઅજ હરેશ વોરા, પી.આઇ. સોની, વનવિભાગના અધિકારીઓ પ્રતાપભાઈ ચાંદુ, સહિત વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સહિતના એન.જી.ઓ. જોડાયા હતા.સાવરકુંડલા,
વન્ય વિભાગ,ગુજરાત રાજ્ય તથા વન્ય પ્રાણી વિભાગ,સાસણ-ગીર ના ઉપક્રમે તારીખ 10 ઓગસ્ટ 2023 વિશ્વ સિંહ દિવસ 2023 ની ભવ્ય ઉજવણી આજરોજ કાણકીયા કોલેજ દ્વારા મહારેલી સ્વરૂપે કરવામાં આવેલ.વન વિભાગ નોર્મલ રેન્જ સાવરકુંડલા તથા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા તમામ વિદ્યાર્થીઓને સિંહના મોહરાઓનું વિતરણ કરી અને સવારે 9:00 કલાકે મહારેલી સ્વરૂપે કોલેજના 1150 થી વધુ વિદ્યાર્થીઓનું પ્રિ.ડો.એસ.સી.રવિયા, ડો.એલ.એલ.ચૌહાણ (શભભ કમાન્ડન્ટ),ડો.એમ.જે.પટોળીયા (શજીજી, પ્રોગ્રામ ઓફિસર ) તથા સમગ્ર સ્ટાફગણે આ મહારેલી નું સાથે રહી પ્રસ્થાન કરાવેલ તેમજ આ મહારેલી જે.વી. મોદી હાઈસ્કૂલના પટાંગણમાં સંમેલન સ્વરૂપે પરિવર્તિત થયેલ.સાવરકુંડલા,વિશ્વ સિંહ દિવસ 2023 સાવરકુંડલા જેસર રોડ ગુરુકુળમાં ઉજવાયો અનેરો વિશ્વ સિંહ દિવસ શાળામાં સૌપ્રથમ પ્રાર્થના સભામાં સિંહ વિશે અનેરૂજ્ઞાન શાળાના આચાર્યશ્રી વ્યાસ સાહેબ તેમજ ઉપાચાર્યશ્રી કૌશિક ગિરી ગોસ્વામી એ આપ્યું હતું. સંસ્થાના પ્રમુખશ્રી શાસ્ત્રી હરિપ્રસાદદાસજી તેમજ સંસ્થાના વડા શ્રી ભગવત પ્રસાદદાસજી સ્વામી દ્વારા રાજીપો વ્યક્ત થયો તેમજ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ કણકોટિયા દ્વારા દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને ઉત્સાહ બદલ શુભકામનાઓ વ્યક્ત કરી.વારાહસ્વરૂપ,જાફરાબાદ તાલુકાની શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની ઉજવણી દરમિયાન બાળકો તથા શિક્ષકો રેલી દ્વારા લોક જાગૃતિ કરતા દરિયાકિનારે પહોંચ્યા હતા જે વાસ્તવમાં ગીરના સિંહનું વિહાર સ્થાન છે. જ્યાં વિશ્વ સિંહ દિવસની રંગભેર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંજયભાઇ બારૈયાએ સિંહના રક્ષણ માટે કટિબદ્ધ થવા માટે શપથ ગ્રહણ કરાવ્યા હતા. અંતમાં બાળકોએ ત્યાં સમૂહમાં નાસ્તોકરી.ધારી,ધારી ખાતે વિશ્વ સિંહ દિવસ 2023 અંતર્ગત ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી ગિરના આભૂષણ સમાં આપણા પોતાના સિંહોનું સંરક્ષણ થાય તથા લોકોમાં વિશ્વ પ્રાણી પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ આવે એ આશયથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને મહારેલી ના કાર્યક્રમ માં લોકપ્રિય ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા ઉપસ્થિત રહ્યા હતા આ તકે અમરેલી જિલ્લા વાઈલ્ડ લાઈફ હોલ્ડન શ્રી મહાવીરબાપુ, નાયબ વન સંરક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા, જીતુભાઈ જોષી, ભુપતભાઇ વાળા, અતુલભાઈ કાનાની, શ્રી ગમાંરા , શ્રી બારડ, પરેશભાઈ પટ્ટણી સહિતના મહાનુભાવો અને ફોરેસ્ટ અધિકારી અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.લાલાવદર,શ્રી લાલાવદર પ્રા.શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં તમામ બાળકો, શિક્ષકમિત્રો અને ગામનાં સરપંચ તથા ઉપસરપંચ શ્રી ચેતનભાઈ ધાનાણી આ મહારેલીમાં જોડાયા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા અજયભાઈ સોજીત્રા, સુરેશભાઈ રાઠોડ, કામિનીબહેન મહેતા,ગીતાબેન ગજેરા અને કંચનબેન બાવીશી એ જહમત ઉઠાવી હતી.શાળાનાં આચાર્યશ્રી રાજેશભાઈ પણસાળાએ તમામ બાળમિત્રોનો આભાર વ્યક્ત કર્યો ગળ કોટડી ,10 ઓગષ્ટ વિશ્ર્વ સિંહ દિવસ નિમિતે નિસર્ગ ઇકો ક્લબ ગળ કોટડી પ્રા.શાળામાં વિશ્ર્વ સિંહ દિવસે મહારેલી તથા ધી લાયન ક્વીઝ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગમાંથી આરબી પરમાર વનપાલ, આરઆર પઢીયાર ફોરેસ્ટ ગાર્ડ, એચજે ખેર, પીકે નાંદવા, અલ્તાફ માલવીયા, રમજનભાઇ સૈયદ ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સિંહનાં મોરા સાથે ગળકોટડી ગામે ફર્યા હતાં. શાળાનાં પટાંગણમાં એકત્રીત થયા હતાં. અને સહુ સાથે મળી સિંહોનાં સૌરક્ષણ માટે સંકલ્પ લીધો હતો. ત્ત્યાર બાદ વિદ્યાર્થીઓ માટે ક્વીઝનું આયોજન કરવામાં આવેલ જેમાં ત્રણ ટીમોએ ભાગ લીધો હતો. વિજેતા ટીમને વન વિભાગનાં અધિકારીઓનાં હસ્તેઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન શાળાનાં આચાર્ય તથા દિપકભાઇ દવેએ કર્યુ હતું.લીલીયા,લીલીયામાં આજે 10 ઓગષ્ટનાં વિશ્ર્વ સિંહ દિવસની પાલીતાણા વાઇલ્ડ લાઇફ ડીવીઝન તળે લીલીયા રેન્જ કચેરીનાં આરએફઓ ગલાણીનાં માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિજ્ઞાન પ્રવાહ શાળા ખાતે આરએફઓ ગલાણીએ લીલીઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવેલ. આ રેલીમાં વિવિધ શાળાનાં ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતાં. જેમાં આચાર્ય હસમુખભાઇ કરડે ઉપસ્થિત મહાનુભાવો, વન વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓને શાબ્દિક રીતે આવકાર્યા હતાં. આ આરએફઓ ગલાણીએ એશીયાટીક સિંહો વિષે વિદ્યાર્થીઓને સમજણ આપી હતી.કોટડાપીઠા,કોટડાપીઠામાં વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોટડાપીઠામાં સવારે 9 કલાકે તાલુકા પે સેન્ટર શાળા ખાતેથી રેલી યોજાઇ હતી. જેમાં સિંહ બચાવો ગીર બચાવોનાં સ્લોગન સાથે ગામના મુખ્ય માર્ગો ઉપર રેલી ફરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં આચાર્યો અજયભાઇ, શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.