અમરેલી જિલ્લામાં વીક-એન્ડ ઉજવતા પ્યાસીઓ ઉપર પોલીસ તંત્ર ત્રાટકયું : 194 સફળ દરોડા

અમરેલી,
લોકડાઉનમાં સૌને આર્થિક રીતે ગંભીર અસર થઇ છે પણ દારૂના બંધાણીઓ અને જુગારીઓને લોકડાઉનને કારણે મંદી આવી હોય તેમ લાગતુ નથી તેમ પોલીસે કરેલી કામગીરી ઉપરથી લાગી રહયું છે છેલ્લા 48 કલાકમાં લોકડાઉનમાં વ્યસ્ત પોલીસને એસપી શ્રી નિર્લિપ્ત રાયે દારૂ-જુગારના ધંધાઓ ઉપર ત્રાટકવા આદેશ આપતા અમરેલી જિલ્લામાં વીક-એન્ડ ઉજવતા પ્યાસીઓ ઉપર પોલીસ તંત્ર ત્રાટકયું હતુ અને 194 ગુનાઓ દાખલ કર્યા હતા.શની-રવીમાં દારૂ પીધ્ોલા 147ના કાંઠલા પકડી લોકઅપમાં ધકેેલ્યા હતા અને માત્ર દારૂડીયા નહી પણ દારૂ વેંચનારાઓને પણ પકડવા માટે આદેશ કરતા દારૂનો વેપાર કરનારા 47 સ્થળોએ પોલીસે સફળ દરોડા પાડયા હતા.