અમરેલી જિલ્લામાં વૃક્ષોના અભાવે ગરમીનો પારો ઉંચો ગયો

અમરેલી,
અમરેલી જિલ્લામાં દર વર્ષે તપનો પારો ઉંચો રહે છે પણ આ વખતે લીલાછમ ઝાડવા અભાવે ગરમીનો પારો વધ્ાુ ઉંચકાયો છે. અમરેલી જિલ્લામાં ગુજરાતભરમાં સૌથી વધ્ાુ ગરમી સહન કરવાનો વખત આવે તો નવાઇ નહી કારણ કે અમરેલી જિલ્લામાં આ વખતે ગરમીને ઓછી કરનારા કુદરતી એરકન્ડીશનર એવા વૃક્ષો નાશ પામ્યા હતા.
અમરેલીની દખણાદી અને આથમણી દીશામાં તૌકતે વાવાઝોડાએ લાખોની સંખ્યામાં વૃક્ષોનો ખો બોલાવ્યો હતો તેનું પરિણામ હવે આવશે અમરેલી જિલ્લામાં ગરમીનો પારો અસહ્ય અનુભવાઇ રહયો છે વાવાઝોડામાં કાયમ લીલાછમ્મ રહેતા પીપળા, લીમડા,વડલા આંબા જેવા ઘેઘુર વૃક્ષો સૌથી વધ્ાુ નાશ પામ્યા હતા જેથી ગયા વર્ષ કરતા આ વખતે ગરમી વધ્ાુ અનુભવાઇ રહી છે અને હજુ વરસાદ આડે એકાદ મહીના જેવો સમય બાકી છે કારણ કે અગાઉ જુનાના ત્રીજા સપ્તાહમાં 19 જુનથી ચોમાસુ સૌરાષ્ટ્રમા આવતુ હતુ ઓણ ચૈત્ર મહીનાની પાંચમથી તેરસ સુધી આઠ દિવસ દનૈયા તપે તેની ઉપરથી અને અખાત્રીજના પવનના આધારે અથ્યાસુઓ દ્વારા આવનારા ચોમાસાના વરતારા કરાયા છે.