અમરેલી જિલ્લામાં વેંચાણ, સબપ્લોટીંગ, એકત્રીકરણ અને વારસાઈ વગેરે જેવી કામગિરીમાં થતો વિલંબ : શ્રી કાછડીયા

  • જિલ્લાના વહીવટીતંત્રને રજુઆત કરતા સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા

અમરેલી,
અમરેલી જીલ્લાના વિવિધ વેચાણ, સબપ્લોટીંગ, એકત્રીકરણ, વારસાઈ વગેરે જેવી તમામ પ્રકારની હુકમી નોંધો કે જે તાલુકા કક્ષાએ એટલે કે મામલતદાર કચેરીએ છેલ્લા 6 માસથી પણ વધુ સમયથી ગામ નમુના નં.2 તથા 8-અ માં નોંધો પાડવાની કામગીરી પેન્ડીંગ પડેલ હોવા બાબતે અને કોઈપણ અરજદાર દ્રારા સબંધિત અધિકારી પાસે નોંધ બાબતે ફોલોપ લેવા જતા તેઓને કોરો નાની કામગીરી સોંપેલ હોવાનું બહાનું બતાવી આ કામગીરીમાં ખુબ જ વિલંબ કરતા હોવા બાબતની અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજૂઆત મળતા સાંસદશ્રીએ તાત્કાલીક જીલ્લા તંત્ર સાથે વાત કરી પેન્ડીંગ નોંધો પાડવા બાબતે સત્વરે જીલ્લાના તમામ મામલતદારશ્રીઓને સુચના આપવા અનુરોધ કરેલ છે અને આ બાબતે સાંસદશ્રીએ જીલ્લા સંકલન અને ફરીયાદ નિવારણની બેઠકમાં પણ આ પ્રશ્ર્ન ઉઠાવેલ હોવાનું અખબારી યાદીમાં જણાવેલ છે.