અમરેલી જિલ્લામાં વ્યાજખોરો સામે વધુ બે ફરિયાદો

અમરેલી,
અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી હિમકરસિંહ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા જિલ્લાભરમાં પોલીસે લોકદરબાર યોજતા અમરેલી જિલ્લામાં સહીવાળા કોરા ચેક લઇ જમીન મકાનના દસ્તાવેજ પડાવી વ્યાજ ચુકવી આપ્યા છતા ધાકધમકી આપી ચેક બાઉન્સ કરાવી વધુ પેૈસા પડાવવા જિલ્લામાં પોલીસ મથકમાં વધુ ત્રણ ફરિયાદો નોંધાઇ છે.
લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે ડાયાભાઇ કાનાભાઇ રાઠોડ ઉ.વ.51 એ અમરેલીના પ્રેમજી મંગાભાઇ ચોૈહાણ પાસેથી નાણા ધીરનારની કોઇ પરમીટ કે લાયસન્સ નહિં હોવા છતા ડાયાભાઇઅને તેમના બે ભાઇઓને રૂા.2,17,000 3 ટકાના વ્યાજે આપેલ અને વ્યાજ સહિત રૂા.3,41,075 ચુકવી આપેલ હોવા છતા વ્યાજનું વ્યાજ ગણી ફોનથી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી પ્લેટીના બાઇક જીજે 14 આર 1155 નું પડાવી વડીલો પારજીત જમીનનો અસલ દસ્તાવેજ પરત નહિં આપી જમીન પોતાનાનામે કરી લેવા બળજબરી કર્યાની લીલીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બગસરામાં વિક્રમભાઇ ડાયાભાઇ કરજાણીયા ઉ.વ.40 એ તેના જ ગામના પ્રકાશ ભીખુભાઇ વાળા પાસેથી રૂા.40,000 લીધેલ જે વ્યાજ સહિત રૂા.2,20,000 પેનલ્ટી સાથે ચુકવી આપેલ છતા મુળ રકમ રૂા.40,000 ની માંગણી કરી દેના બેંકના સહીવાળા ચેકનું રૂા.100 ના સ્ટેમ્પ ઉપર લખાણ બળજબરીથી કરાવી બેંકમાં ચેક બાઉન્સ કરવા ધમકી આપી પરીવારના સભ્યોને ગાળો બોલી મારી નાખવાની ધમકી આપ્યા અંગે બગસરા પોલીસમાં ફરિયાદનોંધાવી છે.લાઠીમાં જહીરભાઇ અસરફભાઇ સેતા ઉ.વ.29 એ 2020 ણાં હોટલના ધંધા માટે જસદણના ખારચીયા ગામના રસીક કરમશીભાઇ ચોવટીયા પાસેથી રૂા.15,00,000 5 ટકાના વ્યાજે લીધ્ોલ અને પેૈસાની સીકયોરીટી પેટે ત્રણ વ્યકિતના મકાનના દસ્તાવેજ અને ત્રણ કોરા ચેક આપેલ વ્યાજ સહિત રૂા.12,00,000 આપી દીધ્ોલ હોવા છતા ધમકી આપી વ્યાજ સહિત રૂા.15,00,000 બળ જબરીપુર્વક ઉઘરાણી કરી ચેક બેંકમાં નાખી કોર્ટ કેસ કરી અને હજુ પૈસા ન આપે તો બિજા ચેક બેંકમાં નાખી કોર્ટમાં કેસ કરવા ધમકી આપ્યાની લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.