અમરેલી જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓમાં ઉછાળો : 16 દર્દી દાખલ

અમરેલીના ગજેરાપરા, ચાંદનીચોક, સુખનાથપરા, સાવરકુંડલા, ચલાલા, વણોટ, અંટાળીયા, ધાવડીયા અને બગસરા, ચક્કરગઢ, મેઘા પીપરીયા, અનીડા, કરકોલીયાનાં દર્દીઓ કોરોનાનાં શંકાસ્પદ વોર્ડમાં દાખલ થયાં

અમરેલી,અમરેલી જિલ્લામાં કોરોનાનાં શંકાસ્પદ દર્દીઓમાં અચાનક વધારો જોવા મળી રહયો છે આજે શુક્રવારે કોરોનાનાં શંકાસ્પદ વોર્ડમાં 16 દર્દીઓ દાખલ થયા છે.
અમરેલીનાં ગજેરાપરામાં રહેતા 90 વર્ષના વૃધ્ધા અને તા. 26 ના સુરથી આવેલ 57 વર્ષના પ્રૌઢા તથા સાવરકુંડલાના જુના બસ સ્ટોપ પાસે રહેતા અને પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ 75 વર્ષના પતિ પત્નિ, બગસરાનાં 70 વર્ષના વૃધ્ધ, કુંકાવાવના અનીડાના સુરતથી આવેલ 67 વર્ષના વૃધ્ધ, લાઠીના કરકોલીયામાં 27 વર્ષનો યુવાન, વડીયાના મેઘા પીપરીયાનાં દાહોદથી આવેલ 24 વર્ષની યુવતી, ચક્કરગઢનો 1 વર્ષનો બાળક, બગસરાના મેઘાણીનગર 75 વર્ષના વૃધ્ધ, ચલાલાની 22 વર્ષની યુવતી, અમરેલીમાં સુરતથી આવેલ સુખનાથપરાની 38 વર્ષની યુવતી, અમરેલીના ચાંદનીચોકમાં રહેતા 60 વર્ષના વૃધ્ધા, કુંડલાના વણોટના 50 વર્ષના પ્રૌઢ, લીલીયાના અંટાળીયા ગામના 62 વર્ષના વૃધ્ધા અને ખાંભાના ધાવડીયા ગામના 66 વર્ષના વૃધ્ધને અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ખસેડી તેના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે.