અમરેલી જિલ્લામાં શનીવારથી જ કોરોના કર્ફયુ પાળતી જનતા

અમરેલી,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે જનતા કર્ફયુનુ ફરમાન કર્યુ છે. તે પહેલા જ અમરેલી જીલ્લાએ સજ્જડ બંધ પાળી સમર્થન આપ્યુ હતુ. અને શહેર જીલ્લાભરની નાની મોટી દુકાનો ધંધા રોજગાર વેપારીઓ બંધ પાળ્યા હતા.
અમરેલીમાં શનીવારે કલેકટરે પાનગલ્લા ચાની લારી તથા ખાણીપીણીની જગ્યાઓ અને લાળ ફેલાય તેવી જગ્યા બંધ કરાવી હતી જયારે જયા ભીડ થતી હતી તેવી દુકાનો પણ વેપારીઓએ શનીવારથી જ સ્વયંભુ બંધ કરી અને અમરેલીમાં શનીવારથી જ કોરોના કર્ફયુ પાળવાની જનતાએ શરૂઆત કરી દીધી છે.
શનીવારે જિલ્લાભરમાં તમામ શહેરોમાં બપોરથી કર્ફયુ જેવું વાતાવરણ સર્જાયું છે અને તેમાય આજે તો જિલ્લામાં દુધ પણ ન આવે તે હદે કર્ફયું પાળવા જનતા તૈયાર થઇ છે આજે શનીવારે લોકોએ જીવનજરૂરી વસ્તુઓની ખરીદી કરી લીધી હતી અને શનીવારે સાંજથી એસટીના પૈડા પણ થંભી ગયા હતા. આજે આખો જિલ્લો શ્રી નરેન્દ્રભાઇ મોદીની અપીલને પગલે સ્વયંભુ કર્ફયું પાળવા સજજ થઇ ગયો છે.