અમરેલી જિલ્લામાં શાંતીપુર્ણ રીતે થયેલુ મતદાન

  • અમરેલી જિલ્લાની કુલ પાંચ નગર પાલીકાઓની ચુંટણીમાં કુલ 50.98 ટકા શાંતિમય રીતે મતદાન

અમરેલી,
અમરેલી જિલ્લા પંચાયત 11 તાલુકા પંચાયતો અને 5 નગર પાલીકાઓમાં ગઇ કાલે કોઇ જાતના અનિચ્છનીય બનાવ વિના શાંતીમય રીતે મતદાન થયુ હતુ એકમાત્ર બગસરા તાલુકાના શીલાણાના ખીજડીયા ગામે મતદાનના બહિષ્કાર સીવાય શાંતિમય રીતે લોકોએ પોતાનો રાષ્ટ્રધર્મ નિભાવ્યો હતો.
અમરેલી જિલ્લાની નગરપાલીેકાઓમાં સોૈથી વધારે બાબરામાં 63.02 ટકા અને જિલ્લા તાલુકા પંચાયતોમાં સોૈથી વધ્ાુ જાફરાબાદમાં 62.58 ટકા મતદાન થયુ હતું.નગરપાલીકાઓમાં સોૈથી ઓછુ અમરેલી નગરપાલીકામાં 45.51 ટકા મતદાન થયુ હતુ.
ચુંટણીતંત્રના આકડા મુજબ અમરેલીમાં 45.51 ટકા સાવરકુંડલામાં 51.85, બગસરામાં 55.33, બાબરામાં 63.02 અને દામનગરમાં 62.68 ટકા મતદાન થયુ હતુ એજ રીતે જિલ્લા તાલુકા પંચાયતોમાં જિલ્લા પંચાયતમાં અમરેલીમાં 52.07 અને તાલુકા પંચાયતોમાં અમરેલીમાં 49.86, કુકાવાવ વડિયામાં 49.17, લાઠીમાં 52.17 , બાબરામાં 53.95, સાવરકુંડલામાં 50.54, લીલીેયામાં 54.43,. ધારીમાં 47.17, બગસરામાં 52.81, ખાંભામાં 52.15, રાજુલામાં 53.12 અને જાફાબાદમાં 52.58 ટકા મતદાન થયુ હતુ.