અમરેલી જિલ્લામાં સંસ્થાઓ દ્વારા તમામ કાર્યક્રમો બંધ રાખવા નિર્ણય

  • કોરોના સામે તકેદારી : તંત્ર દ્વારા તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ : ગણેશોત્સવ અને મહોરમની જાહેર ઉજવણી નહી થાય
  • કોરોનાનો ફુંફાડો : વધુ 27 કેસ નોંધાયા : કુલ કેસ 935 : વડીયાના સરપંચ શ્રી છગનલાલ ઢોલરીયા પણ પોઝિટિવ

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોના ચરમ સીમા તરફ જઇ રહયો હોય અને દર્દીઓની સારવાર કરનાર ડોકટરો બે આંકડાની સંખ્યામાં પોઝિટિવ થયા બાદ કોરોનાએ હવે આગેવાનોને ઝપટે લેવાનું શરૂ કર્યુ છે ત્યારે કોરોનાની ગંભીરતાને ઓળખી ગયેલી સંસ્થાઓ અને આગેવાનો દ્વારા 15 મી ઓગસ્ટની ઉજવણી આપણી અત્યારે છેલ્લી ઉજવણી છે તેવો મેસેજ પાસ કર્યો છે હવે રાજકીય કે સામાજિક આગેવાનો એક પણ પ્રકારના કાર્યક્રમો યોજનાર ન હોવાનું જાણવા મળેલ છે વીએચપીએ પણ તહેવારો ઘરમાં મનાવવા અને કોઇ જાહેર કાર્યક્રમો દિવાળી સુધી ન કરવા અનુરોધ કર્યો છે.
બીજી તરફ અમરેલીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ. બી. પાંડોરે પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે જેમાં આગામી તા.2 સુધી મહોરમ અને ગણેશ વિસર્જન કે પર્યુષણમાં જાહેર કાર્યક્રમો ઉપર પ્રતિબંધ લગાવ્યો છે અને તેના માટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે આ ઉપરાંત બે ફુટથી વધ્ાુ ઉચાઇવાળા તાજીયા બનાવવા ઉપર પ્રતિબંધ લાગુ કર્યો છે.ગઇ કાલે માત્ર 15 કેસ આવતા કોરોના શાંત પડયો હોવાનું લાગ્યુ હતુ પણ આજે ફરી કોરોનાનાં 27 કેસ આવ્યા છે જેમાં દાલખ થયેલામાં 10 અને રેપીડ ટેસ્ટમાં 17 કેસ આવ્યા છે બીજી તરફ સુરત અમદાવાદથી 1340 પ્રવાસીઓ આવતા તેમાંથી 46 બિમાર નીકળ્યા છે અને ઘેર ઘેર ચાલી રહેલા સર્વેમાં પણ 29 લોકો મળ્યા હતા. અમરેલી જિલ્લામાં કોરોનાનાં આજના 27 કેસથી કુલ કેસની સંખ્યા 935 થઇ છે અને 261 દર્દીઓ સારવારમાં છે રેપીડ ટેસ્ટ દરમિયાન વડીયાના સરપંચ શ્રી છગનલાલ ઢોલરીયા પણ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં ખસેડાયા છે આજે અમરેલી શહેરમાં માણેકપરા -9, શિવપાર્ક સોસાયટી, ચક્કરગઢ રોડ અને સિધ્ધી વિનાયક સોસાયટી મળી માત્ર 4 કેસ આવ્યા છે જ્યારે બગસરામાં સ્વામી વિવેકાનંદ સોસાયટી, અમરાપરા, બંગલી ચોકમાં તથા અમરેલીના જશવંતગઢમાં 2 સાવરકુંડલાના અભરામપરામાં, થોરડીમાં તથા શહેરનાં મહુવા રોડે નીલકંઠ સોસાયટી, વોર્ડ નં.2 માં માધવાણીની વાડી પાસે અને ખોડીયાર પાર્ક સોસાયટીમાં તથા ચિતલમાં 2, ચાવંડ, રાજુલા તાલુકાના કડીયાળીમાં, રાજુલા શહેરના ડોળીનો પટ્ટ અને ચાવડા શેરી મળી 3 તથા જાફરાબાદ, કુંકાવાવના બાંભણીયા, ધારીની નવી વસાહત, લાઠીનું ધ્રુફણીયા અને વડીયાના 27 કેસ નોંધાયા છે જ્યારે અમરેલી જેશીંગપરા, ચક્કરગઢ રોડ, હનુમાનપરા, ધારી, બગસરાની વિવેકાનંદ સોસાયટી, સાવરકુંડલાના ભુવા રોડ અને ચિતલના 7 શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે.