અમરેલી જિલ્લામાં સતત પાંચમા દિવસે પણ મેઘસવારી યથાવત

અમરેલી,

અમરેલી શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી હળવા ભારે મેઘસવારી વિજળીના કડાકા ભડાકા સાથે શરૂ રહેતા સાર્વત્રીક વરસાદના કારણે જરૂરતના સમયે વરસાદ પડી જતા ખેતીપાકોને જીવતદાન મળ્યુ છે. આજે પાંચમા દિવસે જાફરાબાદ, અમરેલી, ખાંભા સહિત પોણો ઇંચ જેવો વરસાદ જ્યારે અન્યત્ર હળવા ભારે વરસાદ પડયો હતો. અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ભારે વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલ રૂમમાં નોંધાયેલા આંકડામાં લીલીયા 8 મીમી, ખાંભા 18 મીમી, જાફરાબાદ 19 મીમી, ધારી 11 મીમી, રાજુલા 7 મીમી, અમરેલીમાં પોણો ઇંચ જેવો વરસાદ પડતા રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ સતત પાંચમા દિવસે બાબરા તાલુકાના ઉટવડ નવાણિયા કણુંકી સહિત વિસ્તારમાં આજે બપોર બાદ ગાજવીજ સાથે ફરી વાદળો ઘેરાવા લાગ્યા હતા અને ખાસ કરીને બાબરા તાલુકાના ઉટવડ નવાણિયા કણુંકી ગરણી પાનસડા સહિત આસપાસના ગામોમાં મેઘરાજાએ ધમરોળતા એક ઇંચ વરસાદ ખાબકી ગયો હતો ત્યારે નવાણિયા અને ઉટવડ ગામ વચ્ચેથી પસાર થતી નદીમાં ભારે પુર આવ્યું હતું ત્યારે બાબરા તાલુકાના ગ્રામિય વિસ્તારોમા સતત પાંચ દિવસથી જાણે મેઘરાજા મહેમાન બન્યા હોય એમ દરરોજ સાંજે મેઘરાજાનું આગમન થતું જોવા મળે છે