અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે માવઠું : કેરીને નુક્શાન

અમરેલી,

રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીનાં પગલે અમરેલી જિલ્લામાં આજે બીજા દિવસે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ધારી તેમજ તાલુકાનાં ફાચરીયા, સરસીયા, ગોવિંદપુરમાં ગાજવીજ સાથે કમોસમીવ રસાદ પડ્યો હતો. જ્યારે મોરજરમાં વરસાદ પડવાનાં કારણે કેરીનાં પાકને નુક્શાન થવાની શક્યતાઓ છે. ચિતલ, ચલાલા અને દામનગરમાં ગાજવીજ સાથે વરસાદનાં છાંટા પડ્યાં હતાં. જ્યારે બાબરામાં વાજડી ફુંકાઇ .