અમરેલી જિલ્લામાં સતત વરસાદથી ખેતીપાકો જોખમમાં

અમરેલી,
સતત વરસાદી વાતાવરણને કારણે અમરેલી જિલ્લામાં ઠે ઠેર ખેતીપાકો ઉપર જોખમ ઉભુ થયું છે અને પાકને બચાવવા યુરીયા ખાતરની જોરદાર મા્ંર ઉઠવા પામી છે.આ અંગે જાણવા મળતી માહીતી અનુસાર બિપરજોય વાવાઝોડા બાદ પડેલા સામાન્ય વરસાદમાં મેઘરાજા આવશેની ગણત્રીએ ઘણા ખેડુતોએ વાવણી કરી દીધી હતી અને ત્યાર બાદ વરસાદ શરૂ થયા બાદ સતત વરસાદી વાતાવરણ રહયું હોય નાના નાના છોડવાઓ પીળા પડવા લાગ્યા છે.અને હવે સ્થિતિ એવી થઇ છે કે, હવે જો વરાપ નિકળે તો પાક બચે નહીતર કપાસ અને મગફળી જેવા મુખ્ય ખેતી પાકો સહિતના બિયારણ નિષ્ફળ જાય તેવી શકયતાઓથી ચિંતા છવાઇ છે અને આવા સમયે યુરીયા ખાતર પાક માટે ખુબજ જરુરી હોય તેની માંગ ઉઠવા પામી .